જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલા ભારત દેશમાં આર્થિક તંત્ર ખોરવાયેલું છે. શરૂઆતનાં બે તબક્કામાં તો વેપાર-ધંધા-રોજગાર બંધ હોય ખાસ કરીને તમામ વર્ગનાં લોકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ આર્થિક મંદી અને કોરોનાનો ખતરો છે તેવા સંજાગોમાં આમ સમાજનાં વિવિધ પ્રશ્નોને લઈ આજે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને લખાયેલું એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે આ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. આ આવેદનપત્રમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને કોરોનાની મહામારીમાં વ્યાપક બનેલાં લોકડાઉનનાં કારણે આર્થિક પરિસ્થિતિ અતિ કપરી બનેલ હોય તેવા સંજાગોમાં ગુજરાત રાજય સરકાર દ્વારા એપ્રિલ, મે અને જુન-જુલાઈ માસનાં ઈલેકટ્રીક લાઈટબીલ, હાઉસટેકસ, હાઉસીંગ લોનનાં હપ્તા, સ્કુલ ફી માફ કરવી વગેરે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિંયા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ મહાનગરપાલિકા જૂનાગઢનાં વોર્ડ નં.૪નાં કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, કિશોરભાઈ ચોથાણી સહિતનાં અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહ્યાં હતા તેમ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews