કેશોદમાં વિવાદાસ્પદ હોમગાર્ડ જવાન ગોંડલીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ

કેશોદ હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારી નિરંજન ગોરીદાસ ગોંડલીયા સનદ નંબર-૭૯૨ને જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વાય.વી.ડોબરીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. કોવીડ-૧૯માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં ફરજ બજાવતા હતા ત્યારે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરવામાં અને ફરજ દરમ્યાન નિષ્ઠા ન નિભાવતા હોય જેથી પોલીસની છબી ખરડાતી હોવાથી કેશોદ પોલીસ સ્ટેશનનાં પીઆઇ દ્વારા તા.૧૫/૫/૨૦૨૦નાં કરવામાં આવેલ રીપોર્ટનાં આધારે જીલ્લા કમાન્ડર હોમગાર્ડ દ્વારા ગંભીરતા દાખવી તુરંત પગલાં ભર્યા છે. કેશોદ હોમગાર્ડ યુનીટમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ ખાખીનો રોફ જમાવી કોવીડ-૧૯માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં પ્રતિબંધિત વસ્તુઓ બીડી, સિગારેટ, માવાના વેપારીઓ પાસેથી અધિકારીઓનાં નામે માલ કઢાવી કાળાબજારમાં સગેવગે કરવામાં સંડોવાયેલા છે. ત્યારે આવાં બેજવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ પણ પગલાં ભરવામાં આવશે કે કેમ એ ચર્ચાનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!