જૂનાગઢ શહેરનાં મુખ્ય રસ્તાઓની હાલત ખોદકામને કારણે ખુબ જ ખરાબ બની ગઈ છે અને જ્યાંથી પણ રસ્તાઓને ડાયવર્ટ કરાયાં છે ત્યાંથી પસાર થવા માટે પણ લોકોને ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવીને આવી સ્થિતિ કયાં-સુધી રહેશે. તેવો સવાલ પણ નગરજનોમાં ચર્ચાનો વિષય બનેલ છે. ચોમાસું માથે ગાજી રહ્યું છે ત્યારે વહેલી તકે આ રસ્તાની, ગટરની કામગીરી પૂર્ણ થાય તે પણ જરૂરી છે. જૂનાગઢ શહેરનાં કાળવા ચોકથી તળાવ દરવાજા ફાટક સુધી એક બાજુનો રસ્તો એટલી હદે ખરાબ છે કે લોકોને ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે અને વાહન લઈને નીકળવું ભયંકર બની ગયું છે. ઠેક-ઠેકાણે ગટરનાં ઢાંકણાં રસ્તાથી ઉંચા છે. રેલ્વે સ્ટેશન રોડ, વંથલી દરવાજા, સાબલપુર ચોકડી સુધીનાં રસ્તાની કામગીરી હાલ ચાલી રહી છે. વિશેષમાં ચોમાસાનાં દિવસો હવે દુર નથી ત્યારે કાળવાચોકથી તળાવ દરવાજા ફાટક સુધીનાં એકમાર્ગીય રસ્તાની સ્થિતિ અતિ ગંભીર બની છે. આ ઉપરાંત ચિત્તાખાના ચોકથી એમ.જી.રોડ ઉપર ગટરની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તાઓને બંધ કરવામાં આવેલ છે અને ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તેમાંથી પસાર થવા માટે લોકોને અતિ મુશ્કેલી અનુભવી પડે છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં અણઘડ વહીવટથી શહેરનાં જાહેર માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. પ્રજાજનો અને વેપારીઓ દરરોજનાં માટે ધુળથી નાહીં રહ્યાં હોય તેવું વાતાવરણ ઉઠવા પામેલ છે. છેલ્લાં ૬ માસથી આજ પરિÂસ્થતી છે ત્યારે લોકોની સહનશીલતાની પણ હદ આવી ગઈ છે. આ બાબતે તત્કાલ કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠવા પામી છે. દરમ્યાન જૂનાગઢ શહેરનાં મુખ્યમાર્ગોમાં ભુગર્ભ ગટરનું કામ ચાલું કરવામાં આવેલ હતું. જવાહર રોડ, દાતાર રોડ અને જયશ્રી રોડ ઉપર કામ પૂર્ણ થયાને ર માસ વિતી ગયો છે છતાં હજુ સુધી આ રોડ રિપેર થયાં નથી. જયારે લોકડાઉન ૩નાં અંતિમ ચરણમાં મહાત્મા ગાંધી રોડ ઉપર ભુગર્ભ ગટરનું કામ ચાલું કરાયું છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા વેપારીઓને છુટછાટ અપાતાં શહેરની મુખ્ય બજારો ચાલું થઈ ગઈ છે પરંતુ ભુગર્ભ ગટરનાં કામથી લોકોની હાલત ખરાબ થઈ છે. જૂનાગઢ શહેરનાં મુખ્યમાર્ગો ઉપર ગટરનાં પાઈપલાઈન બિછાવવાની કામગીરીનાં કારણે ખોદકામ કરવામાં આવેલ હોય જેનાં કારણે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે. શહેરી-ગલીનાં માર્ગો સાંકડા અને બિસ્માર હોવાથી ટ્રાફિક સમસ્યા પણ ઉભી થાય છે. આ ઉપરાંત શાસકપક્ષમાં જુથવાદ પ્રવર્તી રહ્યો હોય જેનાં કારણે પદાધિકારીઓ બદનામ થઈ રહ્યાં છે. સિનીયર સભ્યો છે તે મૌનવ્રત પાળીને બેઠાં છે. લોકો કહે છે કે, વિકાસ કાર્યોની આવશ્યકતા છે. પરંતુ વિકાસ કામો માટેનું આયોજન એવું કરવું જાઈએ કે જેનાથી લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને લોકોને સુવિધા વધુ પ્રાપ્ત થાય અને એ પણ તાત્કાલિક રાહત પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી ઉઠવા પામી છે. દરમ્યાન જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાં બાદ આ શહેરનાં લોકોએ પ્રાથમિક સુવિધામાં સુખનો રોટલો કયારેય પણ ખાધો નથી. નગરપાલિકા કે મહાનગરપાલિકાનાં સત્તાધિશોને ડહાપણ દાઢ ચોમાસું માથે આવે ત્યારે જ સુઝે છે અને રસ્તાઓ સમારકામનાં નિતનવાં ખર્ચાઓ કરી અને નાણાંનો વેડફાટ કરી રહ્યાં છે. શહેરનાં રસ્તાઓ ખરેખર જા સારા જ કરવાં હોય તો બરોડાનાં કમાટી બાગ છે, રાજકોટનો કાલાવાડ રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ છે, ૮૦ ફુટનો રોડ છે, જામનગરનાં રસ્તાઓ છે આ બધા રસ્તાઓની ડિઝાઈન અને તેનાં ટકાઉપણાં અંગે વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો ઉત્તમ અને ટકાઉ રસ્તા બની શકે તેમ છે. પરંતુ જૂનાગઢ ભૌગોલીક ઢાળવાળું શહેર હોય નવી ટેકનીકથી રસ્તા બનવા જાઈએ. જૂનાગઢમાં સરેરાશ ૭૦ ઈંચથી વધુ વરસાદ પડે છે. આ વરસાદમાંરસ્તા ટકે તેવા બનાવવા જરૂરી છે. રેલ્વે સ્ટેશન, રેલ્વે સ્ટેશન રોડ, સાબલપુર ચોકડીમાં નવા રસ્તા બનાવાયા છે તેમાં કોઈ પ્રશ્ન નડતો નથી. પરંતુ કાળવા ચોકથી તળાવ દરવાજા સુધીનો રસ્તો ચોમાસું શરૂ થાય પછી જ બનશે તેમ મનપાનાં સુત્રોએ જાહેરમાં જણાવ્યું છે ત્યારે પ્રજાએ ત્યાં સુધી સહન કરવું પડશે તેવું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews