હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ગઈકાલે રમજાન ઈદનો તહેવાર હોય લોક ડાઉન અનુસંધાને જૂનાગઢ શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. ગઈકાલે રમજાન ઇદનો તહેવાર હોય, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરમાં લોકડાઉન અનુસંધાને રમજાન ઈદ અંગે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. રમજાન ઇદનો નિમિત્તે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. સોલંકી, ટ્રાફિક બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો રમજાન ઈદ નિમિતે સુખનાથ ચોક, દીવાન ચોક, માંડવી ચોક, ઝાલોરાપા, મેમણ વાડા, નાથીબુ મસ્જિદ સહિતના વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા બંદોબસ્ત દરમ્યાન ઈદ મુબારક લખેલા ખાસ માસ્ક બનાવી વિસ્તારના લોકોને પહેરાવવામાં આવેલા હતા. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળેલા હોવાની જાણ થતાં સુખનાથ ચોક વિસ્તારના કોર્પોરેટરો અશરફભાઈ થૈમ, અદ્રેમાન પંજા સહિતના આગેવાનો તથા વિસ્તારના લોકો પોત પોતાના ઘરોમાં ગેલેરીમાં તેમજ રોડ ઉપર સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉભા રહી ફુલ વર્ષા કરી તમામ પોલીસ સ્ટાફનું સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તાળીઓ વગાડી અભિવાદન કરવામાં આવેલ હતું. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા હાજર તમામ લોકોને ઈદ મુબારક લખેલા માસ્ક પહેરાવી અને તમામને ઇદા મુબારક કહી રમજાન ઇદની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પોતે પણ ઇદ મુબારક લખેલા માસ્ક પહેર્યા હતા તેમજ અબાલ વૃદ્ધ સૌને ઇદ મુબારક લખેલા માસ્ક પહેરાવેલા હતા. જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કોર્પોરેટર અશરફભાઈ તથા બાળકોને, ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઈ દ્વારા કોર્પોરેટર અદ્રેમાનભાઈ પંજાને તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ આર.બી. સોલંકી દ્વારા પણ હાજર મહિલાઓને પણ ઈદ મુબારક લખેલા માસ્ક પહેરાવી, રમજાન ઈદની મુબારકબાદી આપવામાં આવેલી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews