જૂનાગઢ શહેરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

0

જૂનાગઢ શહેર વિસ્તારમાં આજે કોરોના પોઝીટીવનો વધુ એક કેસ નોંધાયો છે. જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ આપેલી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં શિવમ પાર્ક, આદિત્યનગર ખાતે ૬પ વર્ષનાં પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ વ્યકિત તા. ર૪ મેનાં રોજ સુરતથી જૂનાગઢ આવ્યા હતા અને ત્યારથી હોમકવોરન્ટાઈન કરાયા હતા તેમનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી જૂનાગઢમાં ર૬ કેસ આવ્યા છે જેમાંથી ૮ ડીસ્ચાર્જ થયા છે અને ૧૭ એકટીવ કેસ છે.

error: Content is protected !!