જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર વધુ એક વ્યકિત કોરોના પોઝીટીવ

0

ગ્રીનઝોનમાં રહેલા જૂનાગઢમાં લોકડાઉન-૪ દરમ્યાન અપાયેલી છૂટછાટોને પગલે કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. લોકડાઉન ૧-ર-૩ દરમ્યાન જૂનાગઢ શહેરમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં રહય હતો પરંતુ લોકડાઉન-૪માં અપાયેલી છૂટછાટને પગલે બહારનાં જીલ્લાઓમાંથી જૂનાગઢમાં આવતા લોકોનું આગાગમન શરૂ થતાં પોઝીટીવ કેસ વધી રહયા છે. આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં ૩૪ વર્ષનાં એક વ્યકિતનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે સાથે જૂનાગઢમાં કુલ કેસોની સંખ્યા ર૭ થઈ છે અને એકટીવ કેસ હાલમાં ૧પ છે જયારે ૧ર વ્યકિત સાજા થતાં ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. આજે જે વ્યકિતનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે ઝાંઝરડા રોડ સ્થિત સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું અને બે દિવસ પહેલા અમદાવાદથી આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ વ્યકિતનાં કોન્ટેકટ ટ્રેસીંગની કાર્યવાહી થઈ રહી છે.

error: Content is protected !!