ગુજરાતમાં હોટેલ અને રેસ્ટોરાંને છૂટ મળશે તો આ ફેરફારો કરવામાં આવશે

0

કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગું કરવામાં આવ્યું છે. લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ધંધા-ઉદ્યોગ દુકાનો અને ઓફિસો અને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે પરંતુ હજી સુધી હોટલ અને રેસ્ટોરન્ટને ખોલવાની ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી. પરંતુ હોટલો અને રેસ્ટોરન્ટ શરૂ થવાની મંજૂરી મળ્યા બાદ રેસ્ટોરન્ટ અને હોટલમાં ઘણા ફેરફારો કરવામાં આવશે અને આ બાબતે હોટેલ સંચાલકો દ્વારા નવી ગાઇડલાઇન પણ તૈયાર કરવામાં આવી છે.રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી આપવા આવ્યા પછી હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્લોઝ અને માસ્ક સાથે સર્વિસ આપશે. આ ઉપરાંત હોટલ કે, રેસ્ટોરન્ટમાં જે મહેમાનો રોકાયા છે તેઓને પહેલા ભોજન આપવામાં આવશે અને બહારથી જો કોઈ વ્યક્તિ આવે તો તેઓને રિઝર્વેશન કરાવવાનું રહેશે. હોટલ અને રેસ્ટોરન્ટમાં નિયમોના બદલાવની વાત કરવામાં આવે તો, પહેલા કરતા અડધી કેપેસિટીમાં ડાઇનિંગ એરિયા ચાલુ કરાશે, બુફે સર્વિસ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે, હોટલમાં ક્યુ આર કોડ સ્કેન કર્યા બાદ સ્માર્ટફોન ઉપર જ મેનુ આવી જશે, હોટલમાં બે ટેબ્લો વચ્ચે ૬ ફૂટનું અંતર રખાશે અને ટેબલ ઉપર કલોથ નહીં હોય, વ્યક્તિ દ્વારા ઓર્ડર આપ્યા બાદ જ ટેબલ ઉપર કલોથ પાથરવામાં આવશે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા નેપકીન કપડાંને બદલે યુઝ એન્ડ થ્રો મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પ્લેટ, બાઉલ, ચમચીનો એક વાર ઉપયોગ કર્યા બાદ સ્ટ્રીમથી તમામ વસ્તુ સાફ કરવામાં આવશે. બુકિંગથી લઈને ચેકઆઉટ સુધી જે બદલાવ થશે તેની વાતચીત કરવામાં આવે તો, એક રૂમમાં ફેમિલી સિવાય એક જ વ્યક્તિ રહે તેવો આગ્રહ કરવામાં આવશે. રિઝર્વેશન કરતા સમયે સેવામાં જે બદલાવ થયો છે તે તમામ બદલાવ જણાવવામાં આવશે. વ્યક્તિને id કાર્ડની ડિજિટલ કોપી આપવી પડશે અને સાથે સાથે પેમેન્ટ પણ ડિજિટલ રીતે કરવાનું પણ કરવું પડશે. ગેસ્ટને પીક અપ કર્યા બાદ તેને હોટલમાં સેનિટાઇઝએ આપીને ડીસઈનફેક્ટ કરવામાં આવશે. આ ઉપરાંત હોટલમાં ગેસ્ટનું તાપમાન ચેક કરવામાં આવશે અને ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવશે. રિસેપ્શન એરિયામાં સોશ્યલ ડિસ્ટનસનું ધ્યાન રાખીને બુકિંગ કરવામાં આવશે. હોટલના રૂમમાં સાબુ, શેમ્પુની સાથે-સાથે સેનિટાઇઝર અને માસ્ક પણ રાખવામાં આવશે. રૂમ ચેક આઉટ થાય ત્યારે બિલની પેમેન્ટ ચુકવણી ડિજિટલ રીતે કરવાની રહેશે. જો કાર્ડથી કોઈ વ્યક્તિ બિલ ચૂકવવા કહે તો તેનું કાર્ડ સ્ટ્રેમાં મૂકી તેને ડીસઈન્ફેકટ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્ડમાંથી ટ્રાન્જેક્શન કરવામાં આવશે. આ બાબતે હોટલ બિઝનેસના નિષ્ણાંતોનું કહેવું છે કે, સરકાર દ્વારા હજુ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી પરંતુ હોટલ સંચાલકોએ તૈયારી શરૂ કરી દીધી છે. હવે લોકોને ઝેડ પ્લસ સિક્યોરિટી જેટલા સુરક્ષિત હોય તેવો અહેસાસ થશે. શહેરની નામાંકિત હોટલ તેમજ સ્ટાર રેન્કિંગ ધરાવતી તમામ હોટલોમાં આ નિયમોનું પાલન કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!