હિંદ મહાસાગરની નીચે આવેલી વિશાળ ટેકટોનિક પ્લેટ તૂટી રહી છે. એક સંશોધન મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેકટોનિક પ્લેટ આવનારા સમયમાં આપમેળે બે ભાગમાં વહેંચાઈ જશે. જા કે આ પ્લેટ તૂટવાની અસર માણસો ઉપર લાંબા સમય પછી જાવા મળશે. તેને ભારત-ઓસ્ટ્રેલિયા કેપ્રિકોન ટેકટોનિક પ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્લેટ ખૂબ ધીરે ધીરે અલગ થઈ રહી છે, અહી ધીરે ધીરેનો અર્થ છે કે એક વર્ષમાં આ પ્લેટલેટ ૦.૦૬ ઈંચ(૧.૭ મિલીમીટર) જેટલી અલગ થઈ રહી છે. લાઈવ સાયન્સનાં એક અહેવાલ મુજબ આ અધ્યયનનાં સંશોધક ઓરેલી કોડુરીઅરે જણાવ્યું છે કે, તે એક એવી રચના નથી જે ઝડપથી આગળ વધી રહી છે, અલબત્ત તે પણ અન્ય ગ્રહ સીમાઓ જેટલી જ મહત્વની છે. આ પ્લેટ એટલી ધીરેથી અલગ થઈ રહી છે કે શરૂઆતમાં સંશોધનકર્તાઓ જાણીજ શકયા ન હતા કે ટેકટોનિક પ્લેટ અલગ થઈ રહી છે. જા કે હિંદ મહાસાગરમાં એક વિચિત્ર સ્થળે બે મજબૂત ભૂકંપ આવતા, સંશોધનકારો સમજી ગયા કે પાણીની નીચે થોડીક હિલચાલ થઈ રહી છે. ધરતીકંપ ટેકટોનિક પ્લેટો છે જે એક સાથે જાડાઈ છે અને એક જ દિશામાં આગળ વધી રહી છે. પ્લેટમાં પડેલી તિરાડ દરિયામાં આવેલા ભૂકંપને કારણે નથી, પરંતુ અન્ય કારણોથી સર્જાઈ છે. હિંદ મહાસાગરમાં ઈન્ડોનેશિયા નજીક ૧૧ એપ્રિલ ર૦૧રનાં રોજ ૮.૬ અને ૮.રની તીવ્રતાનાં ભૂકંપ આવ્યા હતા. આ ધરતીકંપો અસામાન્ય હતા કારણ કે તે સામાન્ય ઝોનમાં આવ્યા ન હતા, જયાં સામાન્ય રીતે ટેકટોનિક પ્લેટો ખસી રહી છે, પરંતુ તે ટેકટોનિકા પ્લેટની બરાબર મધ્યમાંથી આવ્યા હતા. વર્ષ ર૦૧પ અને ર૦૧૬નાં બે પ્રકારનાં ડેટાસેટસ આ ઝોનની સ્થળાકૃતિ (ટોપોગ્રાફી)નો ખ્યાલ આપે છે. ઓરલી અને તેની ટીમને આ ડેટાસેટ જાયા બાદ જ જાણ થઈ હતી કે હિંદ મહાસાગરની નીચેની ટેકટોનિક પ્લેટ તૂટી રહી છે. ઓરલીએ લાઈવ સાયન્સને કહ્યું હતું કે આ ઘટના એક ઉખાણું છે જયા એક જ દિશામાં એક જ પ્લેટ નહી પરંતુ ત્રણ પ્લેટો ખસી રહી છે. ટીમ હવે વોર્ટન બેસિન નામનાં ખાસ તિરાડ વિસ્તાર(ફ્રેકચર ઝોના) ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જયાં આ ભૂકંપ આવ્યા હતા. આ વિશે લાઈવ સાયન્સ સાથે વાત કરતા, ઓરેલી કોડુરીઅરે કહ્યું કે તે એક ઉખાણું છે, કારણ કે તે એક પ્લેટ નહી પણ ત્રણ પ્લેટ છે, જે એક સાથે જાડાયેલી છે અને એક જ દિશામાં આગળ વધી રહી છે. કોડુરીઅર-કર્વૂરે નોધ્યું છે કે ફ્રેકચર ઝોન દરિયાઈ પોપડામાં આવેલા ભૂકંપને કારણે નથી પરંતુ કહેવાતી નિષ્ક્રિય તિરાડો અને પૃથ્વીનાં કુદરતી વળાંકોને કારણે છે. સંશોધનકારોનાં જણાવ્યા મુજબ આ પ્લેટોને અલગ થવામાં લાખો લાખો વર્ષોનો સમય લાગશે. આ અભ્યાસ ૧૧ માર્ચે જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews