જૂનાગઢ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પાસે તા. ર૬-પ-ર૦નાં રોજ એક કિસ્સો આવેલ હતો કે માતા દ્વારા ૧૮૧માં કોલ કરીને તેમની દિકરી માટે મદદ લીધી હતી કે મારી દિકરી મરી જવાનાં વિચાર કરે છે તેથી જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલી તરૂણીની મદદે જઈ જાણકારી મેળવી હતી કે ૧૭ વર્ષની દિકરીને તેમનાં પિતાએ ઢોર માર મારેલ હતો. તેમની બહેનપણીની સાથે વાતચીત કરતા તેમનાં પિતાએ તેમના ઉપર ખોટી શંકા કરીને દિકરીને ઢોર માર મારેલ હતો. જેથી સારવાર અર્થે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં દાખલ થયેલ હોય. દરમ્યાન તરૂણી તેમની માતાને અવાર નવાર જણાવતી હતી કે મારે મરી જવું છે. તેથી તેમની માતાએ ૧૮૧ની ટીમની મદદ લીધેલ હતી. જેથી તરૂણીનું કાઉન્સેલીંગ કરેલ અને આશ્વાસન આપી મેન્ટલી સપોટ પુરો પાડેલ હતો. અને તરૂણીનાં મનમાંથી આપઘાત કરવાનો વિચાર ટાળી જીંદગી જીવવા માટે કાઉન્સેલર અરૂણાબેન આર. કોલડીયા, કિરણબેન ચૌહાણ, રાજેશભાઈ ડાભીએ યોગ્ય સલાહ આપી હતી.