સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલનો પડઘો : આજથી પોલીસ બંદોબસ્ત સાથે પાન-બીડીની હોલસેલ દુકાનો ખુલ્લી

0

જૂનાગઢ શહેર ગ્રીન ઝોનમાં હોવાથી પાન-બીડી-તમાકુનાં હોલસેલ વેપારીઓને વેપાર-ધંધો કરવાની છુટ અપાયેલ પરંતુ પાન-બીડી-તમાકુની કેબીનો જ ખુલેલ પરંતુ હોલસેલ વેપારીઓએ પોતાની દુકાનોનાં શટરો બંધ જ રાખતાં માલ-સામાનની ભારે અછત જાવા મળી હતી. પાન-બીડીની દુકાનેથી બંધાણીઓને પાન-માવા-બીડી-સિગારેટ મળતાં ન હતાં અને એટલું જ નહીં આ વસ્તુનાં કાળા બજાર પણ થતાં હોય બંધાણીઓને ઉંચા ભાવે માલ ખરીદવો પડતો હતો. આ બાબતે બંધાણીઓમાંથી ભારે ફરીયાદો ઉઠેલ અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા પણ ગત તા. ર૭ મેનાં રોજ વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરતાં જેનાં પગલે તંત્રએ પણ કાર્યવાહી શરૂ કરી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે પાન-બીડીની હોલસેલ દુકાનો ખુલવા પામી હતી અને આ દુકાનો ઉપર માલ લેવા લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. જા કે પોલીસ બંદોબસ્ત નિચે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઈ રહયું  છે. હવે હોલસેલ પાન-બીડીની દુકાનો ખુલ્લી ગઈ છે ત્યારે માલનાં કાળાબજાર ન થાય એ પણ તંત્રએ જાવાનું રહે છે. જયારે બીજી તરફ પાન-બીડીનાં શોખીનોએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલય ઉપર ફોન કરી ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે પાન-બીડીનાં ગોડાઉનો, ફાર્મ હાઉસ તથા રહેણાંક મકાન ખાતે વિડીયો ઉતારાશે અને જનતા રેઈડ પાડવામાં આવશે. જા પાન-બીડી-સિગારેટનાં માલનાં કાળાબજાર કરવામાં આવશે તો છટકું ગોઠવીને પોલીસ ફરીયાદ કરવા સુધીનો તખ્તો ગોઠવી દિધો હોવાનું પણ પાન-બીડીનાં શોખીનોએ વધુમાં જણાવ્યું હતું. જા કે બીજી તરફ એ પણ જાણવા મળ્યું છે કે હજુ પણ જૂનાગઢ શહેર અને જીલ્લાની પાન-બીડીની દુકાન ધારકોને પુરતો માલ મળ્યો ન હોવાની ફરીયાદો ઉઠી છે. ત્યારે તંત્રએ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા અને પગલા લેવા પૂર્વ નગર સેવક અનીલ ઉદાણી અને બંધાણીઓમાંથી લાગણી સાથેની માંગણી ઉઠી છે. કાળાબજાર બંધ થવા જાઈએ તેવી તિવ્ર લાગણી ઉઠી રહી છે. પાન, બીડી, માવા માટે શેરીઓમાં ઉતરી જવા ચિમકી અપાઈ છે. અને ટુંક સમયમાં કાળા બજાર કરનાર વેપારીઓનાં નામજાગ ફરીયાદ નોંધાવશે તેવી ચિમકી આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!