મોજમસ્તી અને મેળાઓનાં દિવસો ફરી કયારે આવશે ?

0

જયારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી લોકોનાં સામાજીક પ્રસંગો, લગ્ન પ્રસંગો, પાર્ટી, મેળાવડા અને દરેક ધર્મનાં લોકોનાં તહેવારોની ઉજવણી, દેવ દર્શન, મંદિરો તેમજ ભણતરથી માંડીને ગણતર સુધીનાં અનેક ધામોને આજે અલીગઢી તાળાં દેવાય ગયેલાં છે અને જરૂર પુરતાં જ કાર્યો થતાં હોય છે. લોકડાઉનનો આ ચોથો તબક્કો અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. ૩૧ મે નાં રોજ ચોથું લોકડાઉન પુરૂં થવાનું છે ત્યારે હવે પછી શું ? તેવો સવાલ આમ જનતામાં અને સર્વાંગી સમાજમાં ઉઠવા પામેલ છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં શું સુધારો આવે છે તે બાબતે પણ અનેક સવાલો સામાન્ય જનતાથી લઈ ઉચ્ચવર્ગનાં લોકોમાં જાવા મળી રહેલ છે. કોરોના વાયરસની ભયંકર બિમારીનાં અજગર ભરડામાં દેશ અને દુનિયા સપડાયેલી છે ત્યારે જૂનાગઢ સહિત ભારતભરમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચોથા તબક્કાનું લોકડાઉન હાલ ચાલી રહ્યું છે. લોકડાઉનનાં શરૂઆતનાં બે તબક્કા લોકોને ઘરમાં જ રહેવા મજબુર કરી દિધાં હતાં. ત્યારબાદ ધીમે-ધીમે છુટછાટો મળવા લાગી હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવાનાં ભાગરૂપે તકેદારીનાં પગલાંરૂપે અનેક જાહેર સ્થળો, પાર્ટી, મેળાવડાઓ, સામાજીક પ્રસંગો વગેરે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી લેવામાં આવેલ છે. ચૈત્રી નવરાત્રીથી રામનવમી, હનુમાન જયંતી, રમઝાન ઈદથી લઈ અત્યાર સુધીનાં જે કોઈ તહેવારો આવ્યા તે બધા ઘરબંધીમાં જ ઉજવાયા. મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર એવા રમઝાન માસની પણ સાદાઈથી ઉજવણી થઈ છે અને હજુ પણ હિન્દુ સમાજ માટેનાં આવી રહેલા તહેવારોની ઉજવણી પણ સાદાઈથી થવાની શકયતા વધુ જાવાઈ રહી છે. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને કેન્દ્રમાં પણ જયારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ગુજરાત સહિત આખો દેશ ઉત્સવ અને મેળાવડાઓમાં જ અત્યાર સુધી ગળાડુબ રહ્યો હતો. રમશે ગુજરાત – જીતશે ગુજરાત, પતંગ ઉત્સવ, નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમી, રામનવમી તેમજ સ્વચ્છતા અભિયાન સહિતનાં અનેક પ્રકારનાં જુદાં-જુદાં મેળાવડાઓ, પ્રસંગો તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ રાજયકક્ષાની, જીલ્લાકક્ષાની, તાલુકાકક્ષાની જે-તે ગામોમાં કરવામાં આવતી હોય અને આ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં લોકો પણ ઉમંગભેર ભાગ લઈ અને ઉત્સવ દ્વારા જાણે કામકાજનો થાક ઉતારી નાખવા માંગતા હોય તેવો અનુભવ કરી રહ્યાં હતાં. પરંતુ આ લોકડાઉનનાં આ દિવસોમાં તમામ કાર્યો બંધ હોય જેને લઈને દેશભરમાં નિરસ અને હતાશાનું વાતાવરણ પણ ઉભું થયું છે. આજે લોકોને હરવા-ફરવાનું બંધ થયું છે, બહાર નિકળવાનું પણ બંધ થયું છે, પિકનીક પોઈન્ટ, પાર્ટી પોઈન્ટ, હોટલોમાં, રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાનું પણ બંધ થયું છે જા કે ફુડ પાર્સલની છુટ છે પરંતુ જુદાં-જુદાં દિવસની ઉજવણી અંતર્ગત જે પાર્ટીઓ થતી હતી તે સંપૂર્ણ બંધ છે તેને લઈને લોકોને મોજ-મસ્તી જેવા કાર્યક્રમો થઈ શકતાં નથી. તો બીજી તરફ આ લોકડાઉનમાં એવી પરિસ્થિતિ પણ સામે આવી છે કે અનેક એવા કિસ્સા છે કે કોઈપણ સ્વજનનું મૃત્યું થયું હોય તો પણ તેનાં અંગત પરિવારજનો, સગા-સંબંધીઓ ત્યાં જઈ શકતાં નથી. કોઈ પિતા કે માતાનું મૃત્યું થયું હોય તો તેના પુત્રનો છેલ્લો મેળાપ પણ થતો નથી. તેવા દિવસો પણ આ લોકડાઉનનાં કારણે સામે આવ્યાં છે તો હજારો કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને ૫રપ્રાંતીય મજુરો પોતાનાં વતન પહોંચ્યા છે. એક મજુરને પોતાનાં વતન જવા માટે સાઈકલ પણ ઉઠાવવી પડી અને તેણે સાઈકલ ઉઠાંતરી કરતી વખતે પોતાનો દિલનો મેસેજ પણ મુક્યો હતો કે ભાઈ આ સાઈકલ મજબુરીવશ ઉઠાંતરી કરવી પડી છે. અગાઉ સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જતાં હતાં જયારે આજે લીમીટેડ સંખ્યા જાવા મળે છે. એટલું જ નહીં એક તરફ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું હોય અને નાના માણસોને વધારે સહન કરવું પડે છે તો બીજી તરફ મોટાં અને પહોંચેલા માણસોની સ્મશાનયાત્રામાં એ જ પરિસ્થિતિ હોય છે. આ ઉપરાંત નામી અને પોપ્યુલર વ્યકિતઓને ભારતમાંથી વિદેશમાં જાવું હોય તો પણ તેઓ ઘડીનાં છઠ્ઠાં ભાગમાં ત્યાં પહોંચી જતાં હોય છે તેવા પણ બનાવો સામે આવ્યાં છે. ફિલ્મસ્ટાર ઋષિ કપુરનું નિધન થયું ત્યારે તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતાં. એટલું જ નહીં પોલીસે પણ બંદોબસ્ત જાળવ્યો હતો એવા દૃશ્યો પણ ટીવી ઉપર જાવા મળ્યાં હતાં. ઋષિ કપુરની દિકરીને બહારથી આવવામાં પણ કોઈ તકલીફ ન પડી હતી અને ઘરે આવી ગઈ હતી. આવા તો અનેક બનાવો આ લોકડાઉન દરમ્યાન સર્જાયા છે. જયારે નાના માણસને અનેક દુઃખોનો પહાડ સામે આવ્યો હોય તેવા બનાવો પણ બન્યાં છે. બીજી તરફ એવું કહેવાય છે કે સારા દિવસો એટલે કે ભુતકાળનાં સમયને વાગોળવો એ પણ ખુબ જ મજા આવતી હોય છે. જેમ ઐતિહાસીક વાતો, રાજાશાહી યુગ, અંગ્રેજાની કથની, રામાયણ-મહાભારત જેવા ગ્રંથો આજે પણ એટલું જ આકર્ષણ ઉભું કરે છે. ટીવી ઉપર પણ તેનું પ્રસારણ લોકપ્રિય બની રહ્યું છે. ત્યારે લોકડાઉનનાં આ સમયમાં કંટાળાભર્યાં આ દિવસોમાં લોકો જુનાં દિવસોને યાદ કરીને પરિવારજનો અથવા મિત્રો વચ્ચે આપલે કરતાં હોય છે. જેમ વર્ષો બાદ ભેગાં થયેલાં કૃષ્ણ અને સુદામા વચ્ચે જે સંવાદ થાય છે કે પછી શામળીયો બોલ્યો, તને સાંભળે રે… બાળપણાંની પ્રિત…મને કેમ વિસરે રે…… જેવી પંક્તઓ યાદ કરીને લોકો જૂનાં ભુતકાળનાં સમયગાળાને યાદ કરી રહ્યાં છે.
અને છેલ્લે…. એક તરફ ૬૦ દિવસનાં લોકડાઉનથી પ્રજા હવે કંટાળી ગઈ છે અને લોકડાઉનનો અંત આવે તો સારૂં તેવું વિચારી રહી છે. આગામી દિવસોમાં લોકડાઉનનો અંત આંશીક પ્રતિબંધો વચ્ચે દેખાઈ રહ્યો છેઅને સ્કુલો, કોલેજા નજીકનાં સમયમાં ખુલતી દેખાશે. ધાર્મિક સ્થળો પણ ખુલતાં જાવા મળશે અને ધીમે-ધીમે જનજીવન પુર્નઃ પૂર્ણપણે ધબકતું થાય તે દિવસો હવે દુર નથી અને લોકો ત્યારે, અબ દુઃખ ભરે દિન બિતે રે ભૈયા, અબ સુખ આયો રે.., રંગ જીવનમેં નયા લાયો રે….નો ગુંજારવ કરતાં જાવા મળશે. મંગલ મંદિર ખોલો દયામહ મંગલ મંદિર ખોલોની લોકો આતુરતાપૂર્વક રાહ જાઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!