વંથલી પાસે સગા ભાઈએ જ બહેન-બનેવીની કરપીણ હત્યા કરી હોવાની શંકાનાં આધારે પોલીસ તપાસ

0

વંથલી-કેશોદ હાઈવે રોડ ઉપર પેટ્રોલપંપ પાસે ગઈકાલે બુધવારે સાંજના સુમારે કેશોદથી જૂનાગઢ બાઈક ઉપર આવી રહેલાં પતિ-પત્નિને અજાણ્યા બે શખ્સોએ આંતરી કુહાડીનાં ઘા ઝીંકી બંનેની હત્યા કરી નાંખી હતી. આ બનાવનાં પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવમાં જૂનાગઢનાં ટીંબાવાડીમાં રહેતી મૃતક યુવાનની બહેને વંથલી પોલીસમાં બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ ડબલ મર્ડરની ઘટનામાં મૃતક યુવતીનાં ભાઈએ જ બંનેની હત્યા કરી હોવાનું અનુમાન છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળનાં દરસાલી ગામે રહેતાં સંજય રામશીભાઈ રામે ધારા નામની યુવતી સાથે આજથી ચારેક માસ પહેલાં પ્રેમલગ્ન કરેલ હોય અને ત્યારથી ધારાનાં કુટુંબનાં સભ્યો સાથે મનદુઃખ ચાલતું હોય દરમ્યાન ગઈકાલે સંજય રામશીભાઈ રામ તથા તેનાં પત્નિ ધારાબેન રામ અને સંજયનાં બહેન વનિતાબેન નંદાણીયા ત્રણેય બાઈક ઉપર ત્રિપલ સવારીમાં કેશોદથી જૂનાગઢ તરફ આવી રહ્યાં હતાં આ સમયે વંથલી પાસે રોડ ઉપર મોટરસાયકલમાં અજાણ્યા બે શખ્સોએ આવી પાછળથી તેમની બાઈકને આંતરી કુહાડીની મુંધરાટથી હુમલો કરી ત્રણેય વ્યકિતને ચાલુ બાઈક ઉપરથી પછાડી દઈ અજાણ્યા બે શખ્સોએ સંજય રામ અને તેની પત્નિ ધારાબેન રામ ઉપર કુહાડીથી જીવલેણ હુમલો કરેલ અને માથાનાં ભાગે મરણતોલ ફટકા મારતાં આ બંને પતિ-પત્નિનાં ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યા હતાં. જયારે વનિતાબેન દેવશીભાઈ નંદાણીયા પણ બાઈક ઉપરથી પડી જતાં તેમને બંને હાથનાં કોણીનાં ભાગે ઈજા પહોંચી હતી. જયારે આરોપીઓ દંપતિનું મોત નિપજાવીને ત્યાંથી મોટરસાયકલ ઉપર જ નાસી ગયા હતાં. આ ઘટનાને પગલે જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, કેશોદનાં ડીવાયએસપી જે.બી. ગઢવી અને પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, અગાઉ વંથલીનાં સોનારડી અને આખા ગામે થયેલ હત્યા બાદ ડબલ મર્ડરની વધુ એક ઘટના બનતાં વંથલી પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી છે. આ ડબલ મર્ડરની ઘટનામાં વંથલી પોલીસે મૃતક યુવાનની બહેન વનિતાબેન દેવશીભાઈ નંદાણીયા (રહે.ટીંબાવાડી)ની ફરીયાદનાં આધારે અજાણ્યા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી જૂનાગઢ જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપીનાં માર્ગદર્શન હેઠળ વંથલીનાં પીએસઆઈ એન.બી.ચૌહાણએ કાનુની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!