જૂનાગઢનાં મધુરમ બાયપાસ અમૃતનગર પાસે મારૂતી નગરમાં બ્લોક નં.૪ ખાતે રહેતાં મુકેશભાઈ નંદલાલભાઈ જાષી (ઉ.વ.૪૮)એ આ કામનાં આરોપી મો.નં.૮૩૮૮૦ ૪૨૬૦૧ તથા ૯૯૩૭૧ ૮૦૫૫૩ વાળા અજાણ્યા માણસ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીના મોબાઈલ નંબર ઉપર તા.૧પ-પ-ર૦ર૦નાં કલાક ૩.૧પ વાગ્યે ફોન કરીને આરોપીએ ફરીયાદી સાથે હિન્દી ભાષામાં વાત કરીને કહેલ કે બેંક એકાઉન્ટ કેવાયસી વેરીફાઈ કરવા માટે તમારૂં બેન્ક એકાઉન્ટ નંબર તથા તમારા એટીએમ નંબર આપવા જણાવેલ જેથી ફરીયાદીએ આરોપીને તેમનાં એટીએમ નંબર તથા બેંક એકાઉનટ નંબર આપેલ હોય જેથી આરોપીએ ઈલેકટ્રોનિક માધ્યમથી ફોડ કરી ફરીયાદીનાં એકાઉન્ટમાંથી કુલ રૂ.૧,૦૪,૯૭૯ ઓનલાઈન ટ્રાન્સફર કરી વિશ્વાઘાત અને છેતરપિંડી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews