ગોલાધરનાં યુવકને ફોન આવ્યો પેટીએમ કંપનીમાંથી બોલું છું કહી, પાસવર્ડ મેળવી ખાતામાંથી રૂ.૧.૧૪ લાખ ઉપાડી લેતાં ફરીયાદ

જૂનાગઢનાં ગોલાધર મેઈન રોડ નજીક પ્લોટ વિસ્તારમાં રહેતાં દિવ્યેશભાઈ વ્રજલાલ ખુંટએ પોલીસમાં આ કામનાં આરોપી મો.નં.૮૩૮૯૯ ૪૫૫૯૬ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીને ફોન કરી પેટીએમ કંપનીમાંથી બોલું છું અને તમારૂં પેટીએમ કેવાયસી કરવાનું છે તેમ કહી મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પાર્સવડ મેળવી ફરીયાદી યુવકનાં ખાતામાંથી રૂ.૧૧૪૪૯૯ ઉપાડી લઈ વિશ્વાસઘાત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!