કેશોદમાં હજુ કયાં સુધી પાન-મસાલાનાં કાળા બજાર ચાલુ રહેશે ?

કેશોદની જાણીતી પાન, બીડી, સોપારીનાં એજન્સીઓના વિડીયો ફોટા સોશ્યલ મીડીયામાં નામ સાથે થઈ રહ્યા છે. કેટલાક વેપારીઓ પાન-મસાલાની છાપેલી કિંમત કરતા અનેક ગણી કિંમત લઈ રહ્યા છે. ત્યારે કેશોદ કેશરી સેનાના પ્રમુખ પ્રવીણ પટેલની આગેવાનીમાં છુટક પાનની દુકાનદારોને સાથે રાખી કેશોદ મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે અમુક એજન્સીઓ ધરાવતા વેપારીઓ દ્વારા પાન, બીડી, તમાકુ સહિતનો માલસામાન હોવા છતાં છુટક પાનની દુકાન ધરાવતા દુકાનદારોને આપવામાં નથી આવતો. ઘણાં વેપારીઓ દ્વારા કાળા બજાર કરી વેંચાણ કરવામા આવે છે.

error: Content is protected !!