જૂનાગઢમાં જાહેરમાં કચરો ફેંકનારની હવે ખેર નહી ઃ દંડ ભરવાની તૈયારી રાખજો

0

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે મનપાનાં કમિશ્નર ડો. અોમપ્રકાશ દ્વારા ભારે અને ધરખમ પ્રયાસો કરવામાં અાવી રહયા છે. શહેરને સુશોભન કરવામાં અાવી રહયું છે તેમજ કયાંય પણ કચરો જાવા ન મળે તેવી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનાં ભાગરૂપે જાહેરમાં કચરો ફેંકનારાઅો સામે કડક અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં અાવી રહી છે. અા ઉપરાંત સ્વચ્છતા સર્વે અભિયાનને પણ વેગવંતુ બનાવવામાં અાવી રહયું છે.
જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કમિશ્નર ડો. અોમપ્રકાશ દ્વારા અેક તરફ રસ્તા ઉપરનાં દબાણો દુર કરવાની કામગીરી જાશભેર કરવામાં અાવી રહી છે. અા ઉપરાંત બાકી લેણા પેટે કર વસુલવાની કામગીરી પણ ચાલી રહી છે અને ઘણા લાંબા સમયથી જે મિલ્કત ધારકો પાસેથી લેણું હોય તેઅોની પાસે વસુલાત કરવામાં અાવી રહી છે. અા ઉપરાંત જે તે મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં અાવી છે અને હજુ પણ અા કાર્યવાહી સતત જારી રાખવામાં અાવશે તેવા નિર્દેશો મળી રહયા છે. જૂનાગઢ શહેરને સુશોભનની કામગીરી અંતર્ગત શહેરમાં સુશોભન કાર્ય દરેક દિવાલો ઉપર કરવામાં અાવ્યું છે.
ઉપરાંત વૃક્ષો પણ રોપવામાં અાવેલ છે. કમિશ્નર ડો. અોમપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ ડે. કમિશ્નર અે.જે. ઝાપડા, ડે. કમિશ્નર ડી.જે. જાડેજા, સેનીટેશન સુપ્રિ. કલ્પેશ ટોળીયા, સુપરવાઈઝર રાજેશ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે જે અંતર્ગત શહેરમાં કુલ ૧પ૬ કચરા પોઈન્ટ અેટલે કે ગારબેઝ વનરેબલ પોઈન્ટ (જીવીપી)ને નાબુદ કરવામાં અાવ્યા છે અા ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં કચરા માટેનાં સ્ટેન્ડ સાથેના પોઈન્ટ અને ડસ્ટબીન રાખવામાં અાવેલ હતા તેમાંથી કેટલાક ડસ્ટબીન અને સ્ટેન્ડ કોઈ કારણસર તુટી ગયેલા હોય તેવા સ્ટેન્ડને હટાવી લેવામાં અાવ્યા છે. અા ઉપરાંત અન્ય ૧૦ જગ્યાઅે નવા સ્ટેન્ડ ઉભા કરવામાં અાવ્યા છે. અા ઉપરાંત સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રીતેઅેકત્રીત કરવામાં અાવી રહયો છે અને કચરા માટેનાં પોઇન્ટને નાબુદ કરી ડોર ટુ ડોર સુકો અને ભીનો કચરાનું કલેકશન થાય તે બાબતને ભાર અાપવામાં અાવી રહયો છે. છેલ્લા કેટલાક દિવસો થયા સ્વચ્છતાનો સર્વે પુરજાશથી કરવામાં અાવી રહેલ છે. ડો. અોમપ્રકાશનાં અેવા પ્રયાસો રહયા છે કે અાપણું શહેર જૂનાગઢ સ્વચ્છતાનાં ક્ષેત્રમાં નં.૧ સાબીત થાય અને ગુજરાતમાં ટોપનાં સ્થાને રહે તેવા પ્રયાસોને અાખરી અોપ અાપવામાં અાવી રહયો છે. વિશેષમાં જયાં પણ દિવાલોમાં કલરકામ, રંગોળી અને સુશોભન કરવામાં અાવેલ છે તેવી દિવાલો ઉપર જાહેરાત, પેમ્ફલેટ જા કોઈ લગાડશે તો તેમની સામે રૂ. ર૦ થી રપ હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં અાવી રહી છે.

error: Content is protected !!