વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ

0

ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાવડાવેલ જે અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે. માં આવા ઇસમોની યાદી તૈયાર કરેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારનાઓની સુચના અન્વયે તા.૨૮-૩-૨૦૨૫ના રોજ વેરાવળસીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગૌસ્વામી તથા વેરાવળસીટી પો.સ્ટે.ના પો.સ.ઇ. આર.આર.રાયજાદા તથા પો.સ.ઇ. જી.એન.કાછડ તથા વેરાવળસીટી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફ સાથે મળી વેરાવળ સીટી વિસ્તારમાં અસામાજીક તત્વોની યાદીમાં સોમનાથ ટોકિઝ વિસ્તારમાં રહેતા ૧૪ ઇસમોના રહેણાક મકાને કોમ્બીંગ કરી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમોના રહેણાંક મકાને કોમ્બીંગ કરી રહેણાકના દસ્તાવેજાે તથા લાઇટ બીલો વિગેરે માહિતીઓ તપાસી વીજ ચેકિંગ હાથ ધરતા નીચે મુજબ નામ સરનામા વાળા ૫ (પાંચ) ઇસમોના રહેણાક મકાનેથી ગે.કા. વિજ જાેડાણ મળી આવતા તેઓ વિરૂધ્ધ નીચે મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

error: Content is protected !!