ઉનાળાની આકરી ગરમી લોકોને અકળાવી રહી છે. છેલ્લાં એક અઠવાડીયાથી સતત ૪૦ ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન રહ્યાં બાદ હવે તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ કૃષિ હવામાન ખાતાનાં હવામાન ડો.ધીમંત વઘાસીયાનાં જણાવ્યા મુજબ આજે ગરમીનું તાપમાન મહત્તમ ૩૯.ર, લઘુતમ ર૮, ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૧૩.પની નોંધાઈ છે. મધ્ય અરબી સમુદ્રમાં તા.૩૧ નાં લો પ્રેશર એટલે કે હવાનું દબાણ સર્જાવાનું હોય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. આ ઉપરાંત નેઋત્યનાં પવનો ફુંકાવાનાં શરૂ થતાં ચોમાસાનાં શુભ સંકેત મળી રહ્યાં છે. તા.૩જી જુનથી મોન્સુનની ચોમાસા ઋતુની ગતિવિધી શરૂ થઈ જશે અને તા.૬ જુન સુધી વરસાદ પડવાની સંભાવના છે. દરમ્યાન હજુ પણ પવનની ગતિ ર દિવસ રહેશે. ત્યારબાદ પવનની ગતિ મંદ પડશે. આમ ચોમાસાનાં આગમનનાં શુભ સંકેત મળતાં લોકોમાં પણ કોરોનાની મહામારી વચ્ચેનાં સંકટમાં રાહતનાં સમાચાર પ્રાપ્ત થયાં છે. બીજી તરફ રાહતનાં વધુ એક સમાચાર એ પણ છે કે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મંડરાયેલું વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જતાં જાખમ ટળ્યું છે. જા કે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. અત્યારે માછીમારીની સીઝન પણ પૂર્ણ થઈ રહી છે. હવે અષાઢી બિજના દિવસથી નવી સિઝન શરૂ થશે. બે માસ માછીમારી બંધ રહેશે. બંદરો ઉપર બોટોને લંગારવામાં આવી રહી છે. છુટીછવાઈ કયાંક માછીમારી થશે બાકી બે માસ સિઝન પૂર્ણ થતાં બોટનાં સમારકામનાં કામ શરૂ થશે તેમ જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews