ધારી-ગીરપૂર્વમાં છેલ્લાં ર૪ કલાકમાં ૩ વનરાજનાં મૃત્યું થવાનાં બનાવનાં પગલે વનવિભાગ ધંધે લાગી ગયું છે અને ઉપલા અધિકારીઓ અવારનવાર થતાં સિંહોનાં મૃત્યું અંગે કોઈ ખુલાસો કે જવાબ આપી શકતાં નથી. એટલું જ નહીં ફોન પણ ઉઠાવતાં ન હોય તેવી અનેક ફરીયાદો ઉઠવા પામેલ છે આ દરમ્યાન ગિરનારનાં જંગલમાં રહેલાં સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ ઉપર પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો હોવાનાં ચોંકાવનારા અહેવાલો બહાર આવ્યાં છે અને આ બાબતે તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગંભીર પરિણામ આવી શકે તેવી શક્યતા જાવાઈ રહી છે. આ અંગેની મળતી વિગત અનુસાર જયારથી કોરોનાની બિમારીનો કહેર પ્રસરી રહ્યો છે અને કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે સંબંધિત વિભાગ દ્વારા તકેદારીની કાર્યવાહી અંતર્ગત બહારથી આવનારા લોકોને ભવનાથ વિસ્તારમાં આવેલા સનાતન ધર્મશાળા ખાતે હોમ કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહી છેલ્લાં કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ કેસનાં દર્દીઓને પણ સનાતન ધર્મશાળામાં રાખવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. જેને લઈને ભવનાથ વિસ્તારમાં ભયની લાગણી ફેલાયેલી છે તો બીજી તરફ ભવનાથને અડીને જ આવેલાં ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહ, દિપડા સહિતનાં અનેક વન્ય પ્રાણીઓ ખુલ્લાં ઘુમી રહ્યાં છે અને આ ગંભીર બિમારીનો ચેપ તેઓને પણ એટલે કે પ્રાણીઓને પણ લાગી શકે છે તેવી શક્યતા જાવાઈ રહી છે. જેના ભાગરૂપે ભવનાથ વિસ્તારનાં સ્થાનિક રહેવાસીઓ તેમજ સાધુ-સંતો દ્વારા પણ એવી લાગણી અને સુર વ્યકત કરવામાં આવી રહ્યો છે કે કોરોના પોઝિટીવ દર્દીઓની સારવારથી લઈ હોમ કવોરન્ટાઈન કરવા સુધીનાં કેસોની સઘન સારવાર માટે સરકારી તંત્રએ અન્ય જગ્યામાં વ્યવસ્થા કરવી જાઈએ. સરકાર પાસે તો એવા ઘણાં સ્થળો અને જગ્યાઓ રહી છે કે જ્યાં યોગ્ય સારવાર મળી શકે તેમ છે. જેથી વ્હેલી તકે આવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે અને ભવનાથ વિસ્તારને તેમજ ગિરનારનાં સિંહોને તેમજ વન્ય પ્રાણીઓને સંભવિત ખતરા સામે ભયમુક્ત બનાવવાની માંગણી ઉઠી છે. ઉપરાંત સિવીલ હોસ્પીટલમાં અનેક ફલોટનાં ફલોર ખાલી છે ત્યાં કેમ વ્યવસ્થા ઉભી કરાતી નથી તેવો સવાલ ઉઠાવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews