જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા વધતી રહી છે ત્યારે તકેદારીનાં પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપરથી આવેલ એક કેસ સાથે કોરોનાનાં કુલ કેસની સંખ્યા ર૭એ પહોંચી હતી અને જેમાંથી ૧ર વ્યકિતઓ સ્વસ્થ થતાં હવે એકટિવ કેસની સંખ્યા ૧પ રહી છે. કોરોનાનાં કેસનાં મોટાભાગનાં દર્દીઓ બહારગામથી અન્ય શહેરોમાંથી આવેલાં હોય ખાસ કરીને સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાંથી આવતાં હોય જેનાં કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ છે આથી જૂનાગઢ શહેરમાં રહેતાં લોકો માટે જાખમની શકયતા રહેલી છે. દરમ્યાન ઝાંઝરડા વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ બુધવારે આવતાં જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન માટે કેટલાક વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા પણ સુચના આપવામાં આવી છે. તેમજ વોર્ડ નં.પનો કેટલોક વિસ્તાર પ્રતિબંધીત જાહેર કરેલ છે જેમાં અંદાજે ૬ર મકાન અને રર જેટલી દુકાનોને કન્ટેઈમેન્ટમાં અને ૧૦૦ મકાન અને ૧૭ જેટલી દુકાનોને બફર ઝોનમાં જાહેર કરવામાં આવેલ છે. કોરોનાની બિમારીમાંથી બચવું હોય તો લોકોએ સ્વયંમ્ રીતે જાગૃતિ દાખવી અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન અને વારંવાર હાથ સાબુ અને લિકવિડથી સાફ કરવા અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે જાગૃતિ દાખવવા અનુરોધ કરવામાં આવેલ છે. ગઈકાલે તેમજ આજનાં દિવસે અત્યાર સુધી હજુ કોઈ નવાં કેસ આવ્યાં નથી ત્યારે લોકોને થોડી રાહત રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews