ધીરે ધીરે ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં ઘટી રહી છે, તેનું એક મોટું કારણ એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ૨૦૦૦ રૂપિયાની નોટ એટીએમમાંથી ઓછી બહાર આવી રહી છે. તાજેતરમાં એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે કે સરકારે ૨૦૦૦ રૂપિયાની ચલણ છાપવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જેના ઉપર હવે સરકારે સંસદમાં સ્પષ્ટતા આપી છે.
નાણાં રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં કહ્યું કે, સરકારે ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું હજુ સુધી કોઈ ર્નિણય લીધો નથી. લોકસભામાં લેખિત જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની સલાહ લીધા પછી સરકાર કોઈ ચોક્કસ મૂલ્યોની નોટ છાપવાનો ર્નિણય લે છે.
સંસદની કાર્યવાહી વર્ષમાં ૧૦૦ દિવસ ચલાવવા કાયદો આવશે
ભાજપના સાંસદ નિશિકાંત દુબે સંસદનું કામકાજ વધુ ચલાવવા એક ખરડો લાવ્યા છે. એને લોકસભામાં રજૂ કરવા સંસદીય સમિતિની મંજૂરી મળી ચૂકી છે. ખરડા દ્વારા બંધારણમાં નવી કલમ ૮૫-એ જોડવાનો પ્રસ્તાવ છે, જેથી સંસદનાં બન્ને ગૃહ વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ ચાલે, સંસદનાં ૪ સત્ર મળે અને અવરોધમાં વેડફાયેલા કલાકો સત્રના સમયગાળામાં ઉમેરાય. ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીના એક સાંસદે પણ આવો જ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે વિપક્ષમાં બેઠેલા ભાજપે તેને ટેકો આપ્યો હતો. ભારતના સંસદીય ઇતિહાસમાં ઓછામાં ઓછા ૧૪ પ્રાઇવેટ બિલ પસાર થયાં છે. તેમની સંખ્યા ૧૯૫૨ બાદ સતત ઘટતી ગઈ છે.
લોકસભાની કાર્યવાહી ગત મધ્યરાત્રી સુધી ચાલુ રહી
કૃષિ બિલોને લઈને રવિવારે રાજયસભા જયાં હોબાળાના કારણે સમાચારોમાં રહી, તો લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ગત અડધી રાત્રી સુધી ચાલી. લોકસભા અધયક્ષ ઓમ બિરલાએ તમામ સભ્યોની સહમતિથી શૂન્ય કાળની કાર્યવાહી શરૂ કરી. આ દરમ્યાન ૮૮ સભ્યોએ જનહિતના અગત્યના મુદ્દા ઉઠાવ્યા. આ દરમ્યાન લોકસભામાં મંત્રીઓના પગાર અને ભથ્થા (સંશોધન) બિલ, ૨૦૨૦ પાસ થઈ ગયું, જેમાં કોવિડ-૧૯ મહામારીના કારણે સાંસદોના પગાર, ભથ્થામાં ૩૦ ટકાના ઘટાડાની જોગવાઈ છે. આ બિલ રાજયસભામાં ૧૮ સપ્ટેમ્બરે જ પાસ થઈ ચૂકયું હતું.
રાત્રે ૧૨ઃ૩૬ વાગ્યા સુધી ચાલેલી લોકસભાની કાર્યવાહી દરમ્યાન ધ બાઇલેટરલ નેટિંગ ઓફ કવાલિફાઇડ ફાઇનાન્સિયલ કોન્ટ્રાકટ્સ બિલ ૨૦૨૦, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ ૨૦૨૦ અને ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ ૨૦૨૦ પણ પાસ થઈ ગયું છે.
રામવિલાસ પાસવાન આઈસીયુમાં દાખલ
બિહારની ચુંટણીને લઈને રાજકારણમાં ગરમી આવી ગઈ છે ત્યારે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રિય પ્રમુખ ચિરાગ પાસવાને પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને એક ભાવુક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લોજપાના સંસ્થાપક અને કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાન આઈસીયુમાં દાખલ હોવાની જાણકારીએ આપી છે
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews