દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પ૪ લાખને પાર

દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ મામલા ૫૪ લાખને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૮૬,૯૬૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત ૧૯ દિવસથી પ્રત્યેક દિવસે ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી કુલ ૫૪,૮૭,૫૮૦ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૮૭,૮૮૨ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૪૩,૯૬,૩૯૯ લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૧૦,૦૩,૨૯૯ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૭૮.૬૪ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૬૩ ટકા થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!