રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળોને સહાય માટે રૂા.૧૦૦ કરોડની નવી યોજના !

0

રાજ્યમાંના પાંજરાપોળ અને ગૌ-શાળાઓ આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા ગુજરાત સરકારે આજે રૂા.૧૦૦ કરોડની નવીયોજનાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતાં ગૌસંવર્ધન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જેને ગાય માટે પ્રેમ નથી તેમની સાથે અમારી જીવદયા પ્રેમી સરકારને પ્રેમ નથી. આજે વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતમાં ગાયોને રસ્તા ઉપર છોડી દેવા બાબતના ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્ય્šં કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળાઓ- પાંજરાપોળોમાં માળખાગત સવલતોના નિર્માણ માટેઆ ૧૦૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. પાંજરાપોળના સંચાલકોને એક ગાય કે પશુદીઠ ઘાસચારા સહાય આપવા બાબતે કોવિડ- ૧૯ વૈશ્વિક મહામારીમાં રાજ્યની તમામ રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળોના પશુઓ માટે પ્રતિદિન પશુદીઠ રૂા.૨૫ લેખે એપ્રિલ-મે- ૨૦૨૦ દરમ્યાન રૂા.૬૧.૧૪ કરોડની સહાય ચૂકવાઈ છે. જે પૈકી બનાસકાંઠાની ગૌશાળા- પાંજરાપોળોને રૂા.૧૦.૭૨ કરોડની સહાય ચૂકવાઈ છે. ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ આગામી ત્રણ માસ આ સહાય ચૂકવવાનો પણ મહત્ત્વનો ર્નિણય કર્યો છે. આ માટેરૂા.૧૦૦ કરોડની સહાય ચૂકવાશે. જે પૈકી બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા- પાંજરાપોળોને રૂા.૧૬ કરોડ ચૂકવાશે, આ જ રીતે અન્ય જિલ્લામાં પણ સહાય ચૂકવાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!