દિવાળી સુધી શાળાઓ ના ખૂલે તો ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ

કોરોના મહામારીને લીધે શાળા-કોલેજાે માર્ચ મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. એટલે માર્ચથી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા નથી. ત્યારે હજુ સુધી શાળાઓ શરૂ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ત્યારે દિવાળી સુધી શાળાઓ શરૂ કરાય નહી તો આગામી વર્ષે ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ ઉઠી છે. વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં કોરોના વાઇરસ મહામારીને પગલે હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે. સ્કૂલો ફરીથી કયારે શરૂ થશે એ અંગે કોઈ નિશ્ચિતતા નથી. આ સંજાેગોમાં ચાલુ વર્ષમાં અભ્યાસના અંદાજિત ૧૦૦ દિવસ બગડી શકે છે, એટલે કે રાજ્યમાં શિક્ષણના ૨૧૧ દિવસમાંથી ૧૨૦ દિવસ જ અભ્યાસ થઈ શકે છે. જાે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ ના થઈ તો અભ્યાસના વધુ દિવસો બગડશે, તેથી ઝીરો વર્ષ જાહેર કરીને આગામી વર્ષે ધો. ૧થી ૮માં માસ પ્રમોશન આપવાની ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. કોરોનાના કહેર વચ્ચે માર્ચ મહિનાથી શાળાઓ બંધ થયા બાદ હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. અગાઉ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે તેવી જાહેરાત સરકારે કરી હતી. જાેકે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ થવા અંગે અસમંજસ છે. માર્ચ મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ ૬૦% વિદ્યાર્થીઓ તો ઓનલાઇનમાં અભ્યાસ કરી શકતા નથી, તો ૪૦% બાળકો ઓનલાઇન ભણે છે. જાે સ્કૂલો દિવાળી સુધી બંધ રહે તો વિદ્યાર્થીઓના અભ્યાસના ૧૦૦થી વધુ દિવસ બગડશે અને અભ્યાસ માટે માત્ર ૧૨૦ દિવસ જ મળશે. આટલા દિવસમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ગુજરાત શિક્ષણ બોર્ડ પણ અભ્યાસક્રમમાં ૫૦ ટકાથી વધુ કાપ મૂકવાની તૈયારીમાં લાગ્યું છે. તોપણ જાે સ્કૂલો દિવાળી પછી શરૂ થાય એવી સ્થિતિ સર્જાય તો અભ્યાસક્રમ નક્કી કરવો મુશ્કેલ બની શકે છે. ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ દ્વારા પણ અભ્યાસક્રમમાં ઘટાડાની તરફેણ કરવામાં આવી છે. વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કોરોનાની વર્તમાન સ્થિતિને જાેતાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી છે, જયારે ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની ૩ જ વિષયની પરીક્ષા લેવાની માગ કરી છે અને ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવાની હોય તો વાલીઓને ઝડપથી જાણ કરવામાં આવે. હાઈકોર્ટના હુકમના અનુરોધમાં વાલીમંડળની એવી પણ માગ છે કે સ્કૂલો જ્યારથી બંધ છે અને જ્યારે ચાલુ થશે એ દરમિયાનની ટ્યૂશન ફીમાં સંપૂર્ણ માફી આપવી જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!