જૂનાગઢ શહેરી વિકાસ સતા મંડળની યોજાયેલી એક બેઠકમાં શાપુર ગામને ટીપી સ્કીમ અંતર્ગત આવરી લેવાની જાહેરાત કરવામાં આવી છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે કે દરેક બાબતનો એક સમય નિશ્ચિત હોય છે અને આ સમય ગાળા પહેલા કોઈ કાર્ય થતું નથી. જયારે યોગ્ય સમય આવે ત્યારે અચાનક જ જે તે સમયની ધારા વહેતી હોય છે અને તેમાં સમગ્ર માનવ સમાજને ઉર્જા પ્રાપ્ત થાય તેમજ તેઓની સુખ- સુવિધામાં પણ વધારો થતો હોય છે. અને આવા અવસરો વારંવાર સમયાંતર સર્જાતા હોય છે. આવુજ કંઈક જૂનાગઢને અડીને આવેલા શાપુર ગામમાં પણ થવા જઈ રહયું છે. શાપુર ગામની જનતાને અનેક પ્રકારની સુવિધાઓનો જાણે આગામી દિવસોમાં વરસાદ થવાનો છે. કારણ કે શાપુર ગામને હવે ટીપી સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે અને ગઈકાલે જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિધીવત જાહેરાત પણ કરવામાં આવી હતી. અને આમ શાપુર ગામનો સૂર્યોદય સાથે સુખ-સુવિધાનો આવનારા દિવસોમાં વધારો થશે તેમ મનાય છે.
જૂનાગઢ તદન નજીક આવેલા શાપુરને આગામી દિવસોમાં ટીપી સ્કીમ અંતર્ગત વિકાસની પ્રક્રિયા શરૂ થવાની છે અને શાપુર ગામ હવે નવા રૂપરંગ ધારણ કરશે. તેવી જાહેરાતથી આ વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ છે. જૂનાગઢ શહેરને દુરદુર સુધી સરહદ વિસ્તારી અનેક વિસ્તારો ભેળવાયા છે ત્યારે જૂનાગઢ શહેરી વિકાસ મંડળ (જુડા) દ્વારા જૂનાગઢથી ૧ર કિમીનાં અંતરે આવેલ શાપુર ગામને ટીપી સ્કીમ હેઠળ આવરી લીધેલ છે. અને હવે શાપુરનાં પ્રજાજનોને નવી સુવિધાઓનો લાભ પ્રાપ્ત થઈ શકશે. ગઈકાલે મનોરંજન સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કમિશ્નર તુષાર સુમેરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. જૂનાગઢ માહિતી વિભાગનાં નાયબ માહિતી નિયામક અર્જુન પરમાર, માહિતી મદદનીશ ક્રિષ્ના સીસોદીયા અને ટીમ ઉપસ્થિત રહેલ. અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાનાં પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહયાં હતા.
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ (જુડા) દ્વારા શાપુરના ૧૭૧.૧૮ હેકટર વિસ્તારમાં ટીપી સ્કીમ તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. મતલબ, હવે જૂનાગઢ- શાપુર સુધી વિસ્તારીત થઈ જશે. આ અંગે જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, જુડા વિસ્તારમાં મહાનગરપાલિકા, જૂનાગઢમાં સમાવિષ્ટ ૧૦ ગામો સહિત જૂનાગઢ તાલુકાના ૭ ગામો, વંથલી તાલુકાના ૩ ગામો મળી કુલ ર૦ ગામોનો સમાવેશ થાય છે. જેનો વિસ્તાર ૧૧૩.ર ચોરસ કિમી છે. દરમ્યાન ટીપી સ્કીમ નંબર ૧૦ તૈયાર કરવાનો ઈરાદો ૬ નવેમ્બર ર૦ર૦ના રોજ જાહેર કરવામાં આવ્યો છે જેમાં શાપુર ગામની જમીનોમાં ટીપી સ્કીમ લાગુ પડશે. જેનો વિસ્તાર ૧૭૧.૧૬ હેકટર છે. સ્કીમ વિસ્તારમાં ૧પ ટકા જમીનોમાં રહેણાંક, વાણિજિયક અને શૈક્ષણિક હેતુ માટે વિકાસ થયો છે.ઈરાદો જાહેર કર્યાના ૯ માસમાં સ્કીમનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. આ માટે જમીનોના માલિકો સાથે મિટીંગો પણ કરવામાં આવશે. જયારે ટીપી સ્કીમનો મુસદ્દો પ્રસિધ્ધ કર્યાના ૩ માસમાં મુસદારૂપ ટીપી સ્કીમ સરકારમાં મંજુરી માટે રજુ કરવામાં આવશે. ત્યાર બાદ રોડ, રસ્તા અને તેને સંલગ્ન આંતર માળખાકીય સુવિધા પણ સમય મર્યાદામાં ઉભી કરવામાં આવશે. જાેકે, નવો બાયપાસ શાપુર નજીકથી બની રહયો છે. તેમજ જૂનાગઢનો વિકાસ પણ વાડલા રોડ તરફ થઈ રહયો છે. જેને ધ્યાને લઈ ટીપી સ્કીમમાં પ્રથમ શાપુરનો મુસદો લેવામાં આવ્યો છે. આગામી સમયમાં અન્ય પ વિસ્તારનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં જ ટીપી સ્કીમ અંતર્ગત સરકારની મંજુરી બાદ કાર્યવાહી શરૂ થશે અને શાપુર ગામ નવા રૂપરંગ ધારણ કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews