રર ટીપી સ્કીમનો માસ્ટર પ્લાન ઘડી કાઢતા જુડાના શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન તુષાર સુમેરા

જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશ્નર અને શહેરી વિકાસ સત્તામંડળનાં ચેરમેન તુષાર સુમેરા દ્વારા ગઈકાલે શાપુરને ટીપી સ્કીમ અંતર્ગત આવરી લેવા અંગેનો ઈરાદો જાહેર કર્યો છે અને કુલ રર જેટલી ટીપી સ્કીમ નજીકનાં દિવસોમાં શરૂ થવા જઈ રહી છે અને જે અંગેનો માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કોઈપણ વિસ્તારને ટીપી (ટાઉન પ્લાનીંગ) સ્કીમ અંતર્ગત સાંકળી લેવામાં આવે ત્યારે જે તે જૂનાગઢ મહાનગર અને શહેર અને વિસ્તારનાં લોકોને ખુબજ સારી સુવિધા અને એ પણ ઝડપી ધોરણે મળી શકે. રોડ, રસ્તા સહિતની સુવિધાઓનો જાણે વરસાદ થાય તે રીતે સુપર આયોજન થતું હોય છે. ગઈકાલે (જુડા) જૂનાગઢ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા શાપુર સહિતનાં વિસ્તારને ટીપી સ્કીમ હેઠળ આવરી લેવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળનાં ચેરમેન અને જૂનાગઢ મહાનગરપાલિકાનાં વર્તમાન કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમનો એકટ ખુબજ સારો કાયદો છે અને આ સ્કીમની અમલવારી ભારતના ર૧૮ શહેરોમાં થઈ રહયો છે અને તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. અગાઉ વાડી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ ખાસ કરીને ગાડા માર્ગો જાેવા મળતાં હતાં. પરંતુ જાે આ જ વિસ્તારોને ટીપી સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવે તો ૧૮ મીટરનાં રસ્તાઓ મળી જાય તેમજ રસ્તા, બગીચા, સહિતનાં વિકાસનાં કામોને પણ પ્રોત્સાહન મળે અને જેને લઈને જે તે જમીનોની કિંમત પણ વધી જાય અને ફીલગુડ જેવું વાતાવરણ જે તે વિસ્તારને મળી શકે. શહેરી વિકાસ સત્તા મંડળનાં ચેરમેન તુષાર સુમેરાએ વધુમાં જણાવેલ હતું કે, શહેરી વિકાસ સતામંડળ હેઠળ કુલ રર ટીપી સ્કીમની યોજના અંતર્ગત કાર્ય ચાલી રહી છે. જેમાંથી ગઈકાલે શાપુરની ટીપી સ્કીમ જારી કરવામાં આવી છે. વધુ બે ટીપી સ્કીમની યોજના નજીકનાં દિવસોમાં આજ મહિનામાં જારી કરવામાં આવશે. ચાર જેટલી ટીપી સ્કીમ અંતર્ગત યોજનાનો સર્વે પુરો થઈ ગયો છે તેમ જણાવ્યું હતું. ગુજરાત રાજય સરકારે ટીપી સ્કીમનો માસ્ટર પ્લાન મંજુરી માટે મોકલીને મંજુરી મળ્યા પછી વિકાસ કાર્ય શરૂ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!