જૂનાગઢમાં રૂા.૭ લાખ હાથ ઉછીના લઈ પરત ન કરતાં છેતરપીંડીની પોલીસ ફરીયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા લલીતકુમાર ગોરધનભાઈ વિરોજા (ઉ.વ.પ૩)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી હિતેશભાઈ પરસોતમભાઈ ભાડજા (રહે.ઝાંઝરડા રોડ) વાળા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીને આજથી બે વર્ષ પહેલા આરોપીને જાણતા હોય જેથી પોતાનું મકાન વેંચેલ હતું. તેના દસ્તાવેજ માટે સલાહ લેવા ગયેલ હોય જેથી આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ સાત લાખ રૂપિયા હાથ ઉછીના આપેલ હોય જે ફરીયાદીએ પાછા પરત આપવાની માંગણી કરતા અવાર-નવાર ખોટી મુદતો વાયદાઓ આપી હાથ ઉછીના રૂપિયા રૂા.૭,૦૦,૦૦૦/- (સાત લાખ) લઈને આજદિન સુધી પરત ન કરી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવતા આ બનાવની વધુ તપાસ બી-ડિવીઝનનાં પીએસઆઈ વી.કે. ડાકી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!