જૂનાગઢમાં કલાકાર ઉપરના હુમલા પ્રકરણમાં સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢના નવા નાગરવાડામાં રહેતા ગાયક કલાકાર ઉપર થયેલા હુમલા પ્રકરણમાં માર માર્યાની સામસામી ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના નવા નાગરવાડામાં રહેતા ગાયક કલાકાર અને વકીલ દિપક જાેષી ઉપર ઘર નજીક મનીષ ભુવાના પુત્રએ પરપાટ ઝડપે બાઈક ચલાવવા બાબતે તેને ટપારતાં બાઈક ચાલકે દિપક જાેષીની માથામાં લોખંડનું કડું મારી, લોહીલુહાણ કરી, હુમલો કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાવાઈ છે. સામા પક્ષે બાઈક ચાલક હિમાશું મનીષ ભુવાએ દિપક જાેષી, તેના પુત્ર કુલદીપ અને સાળા નિલેશ મહેતા સામે બાઈક અથડાવવા બાબતે માથાકુટ કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!