વાયુ પ્રદૂષણ, શરદી, ઈન્ફ્લુએન્જા, ઈન્ફેકશન કોકટેલ આવનારા મહિનાઓમાં કોરોના વાયરસની ગંભીરતા અને પ્રસાર વધારી શકે છે. બાળકો સુપર સ્પેડર બની શકે છે.
વાયરસનો રોગ :
વાયરસનો રોગ, ખાસ કરીને શ્વસન સંબંધી રોગ જેમ કે આરએસવી અથવા ઈન્ફ્લુએન્જા, આ ઠંડીની ઋતુના ફ્લૂથી થતા મૃત્યુનું સૌથી ઉલ્લેખનીય ઉદાહરણ છે. ભલે જ આજ સુધી કોરોના વાયરસના ફેલાવા ઉપર ઋતુ બદલવાના કોઈ પુરાવા નથી, પરંતુ હાલમાં જ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આ વાતના જાેરદાર સંકેત છે કે ભારત આવનારા મહિનાઓમાં કોરોના વાયરસના કેસમાં સખત વૃદ્ધિ જાેઈ શકે છે.
કોરોના વાયરસ અને વાયુ પ્રદૂષણ :
વાયુ પ્રદૂષણના કારણો પર કોરોના વાયરસ મળી આવે છે જે તેને વધુ અંતર સુધી લઈ જવામાં સક્ષમ બનાવે છે અને પીડિત લોકોની સંખ્યાને વધારે છે. વાયુ પ્રદૂષણના કણ કોરોના વાયરસને હવામાં આગળ વધવામાં મદદ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે વાયુ પ્રદૂષણ આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. બ્રોન્કિયલ અસ્થમા, ફેફસાના કાર્સિનોમાર્સ હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર, જૂના ફેફસાના દર્દીઓ અને નવજાત રોગોની ઓળખ પહેલાથી હાજર આરોગ્ય સ્થિતિઓ તરીકે કરવામાં આવી છે. જે કોરોના ઈન્ફેકશનથી મૃત્યુની સંભાવના વધારે છે.
‘ટ્રિપલ મહામારી’થી કેવી રીતે બચીએ :
હવે આપણે આ ‘ટ્રિપલ મહામારી’થી બચવા માટે શું કરી શકીએ છીએ ?
૧. કોરોના અને ઈન્ફ્લુએન્જા બંને માટે સંયોજન પરીક્ષણનો ઉપયોગ સમાન લક્ષણોને રજૂ કરનારા દર્દીઓમાં બે ઈન્ફેકશનોને અલગ કરવા માટે કરી શકાય છે.
૨. યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં સામેલ થનાર ઈન્ફ્લુએન્જા રસીકરણ.
૩. કોરોના મહામારીને દબાવવા માટે સતત સામાજિક અંતર, માસ્ક પહેરવું, સ્વચ્છતા પૂરતી હોવી જાેઈએ.
૪. દેશમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે લાંબા ગાળાની યોજનાઓ રચો. થર્મલ પાવર પ્લાન્ટ ઉત્સર્જન માપદંડોનું સખત પ્રવર્તન ડીઝલ અને પેટ્રોલ વાહનોમાંથી ઉત્સર્જનનું સખત પ્રવર્તન.
૫. જે લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ગયા અને ઉચ્ચ વાયુ પ્રદૂષણ વાળા શહેર અથવા વિસ્તારમાં રહે છે તો તેમણે ફ્લૂની ગોળી લેવી જાેઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews