જૂનાગઢ તાલુકાનું જામકા ગામ ઝળક્રાંતિ ગૌ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિની મિશાલરૂપ બની ગયું છે. સૌરાષ્ટ્ર- ગુજરાત દેશનાં વિવિધ રાજયો અને વિદેશોમાંથી પણ કૃષિ ક્ષેત્રે સાથે જાેડાયેલા નિષ્ણાંતો આ જામકા ગામની મુલાકાત લીયે છે અને કૃષિ આધારીત માહિતીઓની આપલે થતી હોય છે. કૃષિ ક્ષેત્રે માટેની પ્રયોગશાળા બની ગયેલા જામકા ગામે પરસોતમભાઈ સિદપરા દ્વારા ગૌ ધરામૃત પ્લાન્ટ બનાવવામાં આવેલ છે અને આ પ્લાન્ટ ખેડુતોને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. જે અંગેની માહિતી આપતાં પરસોતમભાઈ સિદપરાએ ગૌ ધરામૃત પ્લાન્ટના ફાયદાઓ દર્શાવ્યા હતાં. ઘન કચરાને પ૦ દિવસમાં સંપુર્ણપણે લભ્ય ધરામૃત પ્રવાહી સ્વરૂપે બનાવે છે, ધરામૃતથી જમીનમાં બેકટેરીયાના સમુહનો વધારો થાય છે, ધરામૃતથી ખેતીની પાકની ગુણવતા અને ઉત્પાદકતામાં સુધારો થાય છે, ધરામૃત પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા મિથેન ગેસનો એનર્જી તરીકે ઉપયોગ કરી શકાય છે તેથી ઓઝોનનું રક્ષણ થાય છે, ધરામૃતથી ખેતીના પાકમાં આવતી રોગની જીવાતો તેમજ હાનીકારક ફુગ સામે કુદરતી નિયંત્રણ મળે છે, ધરામૃત પ્રવાહી સ્વરૂપે હોવાથી ગાળવાની જરૂર પડતી નથી. તેથી ડ્રીપ ઈરીગેશનમાં આપી શકાય છે, ધરામૃત ખેતીના ખર્ચમાં ઘટાડો કરે છે, ધરામૃત પ્રવાહી ખાતર દ્વારા જમીનમાં પડેલા અલભ્ય તત્વો બને છે. ધરામૃતનાં ઉપયોગથી જમીનમાં કુદરતી કાર્બનની માત્રા વધે છે, ધરામૃતનાં ઉપયોગથી જમીનમાં ભેજ સંગ્રહશકિત વધના પાણીની બચત થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews