૧ જાન્યુઆરીથી જૂના વાહનો માટે ફાસ્ટેગ બનશે ફરજિયાત

0

કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૭ પહેલાં ખરીદેલા તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધો છે. સરકારે એમ અને એન કેટેગરીના જૂનાં વાહનો માટે ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ફાસ્ટેગ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૧થી અમલમાં આવશે. આ નિયમ ફોર્મ ૫૧ (વીમાનું પ્રમાણપત્ર)માં સુધારો કરીને બનાવવામાં આવ્યો છે. સરકારે આ સંદર્ભે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, ફાસ્ટેગ હવે ૧ જાન્યુઆરી, ૨૦૨૧ એટલે કે ૧ ડિસેમ્બર, ૨૦૧૭ પહેલાં વેચાયેલાં મોટર વાહનો (ફોર વ્હીલર્સ)નાં સીએમવીઆર, ૧૯૮૯માં સુધારો કરીને ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!