ઉના યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ન ખરીદતા ખેડુતોએ હંગામો મચાવ્યો

0

દિવાળી નજીક આવતા ખેડૂતો તહેવાર ઉજવણી કરી શકે તે હેતુ સાથે ટેકાના ભાવે મગફળી આપવા રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેડૂતોને જુદી જુદી તારીખે મોબાઇલ દ્રારા મેસેજ કરેલ હતા. શનિવારે એક સાથે ૨૦૦થી વધુ ખેડૂતો ભાડે વાહન કરી મગફળી ઉના માર્કેટીંગયાર્ડમાં લાવતા મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો આવી જતાં મગફળી વજન કરવા મુશ્કેલી પડતા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થઇ ન શકતા ખેડૂતોમાં ભારે દેકારો મચી જતા થોડા સમય માટે વાતાવરણ ગંભીર બની ગયેલ હતું. મગફળીની ખરીદી બંધ કરવી પડેલ હતી. ખેડૂતોની એવી ફરિયાદ ઊભી થવા પામેલ કે દૂર દૂરના વિસ્તારમા માંથી ભાડે કરી વાહન લાવતા અને મગફળી નહીં લેવાતા ભાડા ચૂકવા મુશ્કેલ બની ગયા છે. ત્યારે આ બાબતે તાત્કાલીક એજન્સીના અધિકારીએ ર્નિણય લઇ ખેડૂતોના હિતમાં કામ કરવા માંગણી કરાયેલ હતી. ત્યારબાદ ઉના તાલુકામાંથી ૧૩૦ ખેડૂતો તેમજ ગીરગઢડા તાલુકામાંથી ૭૪ ખેડૂતો મગફળી લાવતા મોડી સાંજ સુધી બન્ને તાલુકામાંથી કુલ ૨૦૪ ખેડૂતોની મગફળી આવતા તેમાંથી ૮૯ ખેડૂતોની મગફળી વજન કરી લેવામાં આવેલ હતી. અને બાકી રહેલા ખેડૂતોની મગફળી માર્કેટીંગ યાર્ડના શેડમાં ઠલવી દેવા અને ભાડે લાવેલ વાહનોને મુક્ત કરાયા હતા. આ બાકી રહેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી કરી વજન કરવા આશ્વાસન અપાતા આખરે ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાયેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!