પ્રભુના પરમ તેજે લઈ જતી કેડીના ભોમીયા સમા જેતપુર હવેલીના પ.પૂ. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી નિત્યલીલામાં પધાર્યાની વાત વાયુ વેગે પ્રસરતા વૈષ્નવોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરત અને જેતપુરના વૈષ્નવોને સરળતાથી પુષ્ટિમાર્ગના સિધ્ધાંતો તેમજ ઠાકોરજીની સેવાનાં કામ અંગે વચનામૃત દ્વારા બોધ સહજતાથી આપતા રહેતા હતા. પૂ. કલ્યાણરાયજી મહારાજ અંગે હવેલીના પ્રમુખ ચંદુભાઈ વઘાસીયાએ ભારે હૃદય સાથે જણાવ્યું હતું કે, પૂ.શ્રી ની રાહબરીમાં વૈષ્નવોને પૂષ્ટિમાર્ગના સિધ્ધાંતોને તેમની હાજરીમાં અને તેમના કઠોર પરિશ્રમથી હવેલીમાં ઠાકોરજીના મનોરથો ,છપનભોગ, ભાગવત કથા જેવા અનેક ધાર્મિક કામો ને વૈષ્નવો કયારેય વીસરી નહી શકે. સુરત, જેતપુર વૈષ્નવ સમાજમાં કયારેય ન પુરાય તેવી ખોટ પૂજયશ્રીના કારણે પડી છે તેમ યતીનભાઈની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews