ગિરનાર પર્વત ઉપર ઠંડીનો દોર યથાવત, જૂનાગઢ ટાઢુંબોળ, ૮.૭ ડિગ્રી તાપમાન

0

મકરસંક્રાતિનું પર્વ નજીક આવી રહયું છે તેમ તેમ પવન અને ઠંડીનું પ્રમાણ વધી રહયું છે. ડિસેમ્બર માસ આખો કાતિલ ઠંડીથી ભરપુર રહયો છે અને જનજીવન અતિશય ઠંડીમાં પ્રભાવિત થયું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહયો છે. તેમ છતાં જૂનાગઢ શહેરનાં ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં પ્રવાસીઓ સતત ઉમટી રહયા છે. જૂનાગઢ શહેરનું તાપમાન આજે જાેઈએ તો મેકસીમમ ૧૧.૦, મીનીમમ ૮.૭ છે, ભેજનું પ્રમાણ ૭પ ટકા છે અને પવનની ગતિ પ.૬ છે. ભેજને કારણે બેઠો ઠાર જેવી હાલત શહેરના લોકોની થઈ છે. ત્યારે ભવનાથ ક્ષેત્રમાં ગિરનાર પર્વત ઉપર ૩.૭ ડિગ્રી તાપમન રહયું છે.
જૂનાગઢ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. શહેરમાં ૬.૩ કિલોમીટરની ઝડપે બર્ફિલા પવન ફુંકાતા શહેરીજનો દિવસભર કાતીલ ઠંડીથી ધ્રુજી ઉઠયા હતાં. દરમ્યાન શનિવારે લઘુત્તમ તાપમાન ૧પ ડિગ્રી રહયંુ હતું. પરંતુ રવિવારે પારો ૦.૮ ડિગ્રી ઘટી ૧૪.ર ડિગ્રીએ પહોંચી જતા ઠંડીમાં વધારો થયો હતો. સાથે પવનની ઝડપ શનિવારે પ.૮ કિલોમીટરની હતી. જેમાં ૦.પ કિલોમીટરનો વધારો થતા પવનની ઝડપ ૬.૩ કિલોમીટરની રહી હતી. આમ, લઘુત્તમ તાપમાનનો પારો ગગડવાની સાથે પવનની ઝડપ વધી હતી. આમ, દિવસભર બર્ફિલો પવન ફુંકાતા શહેરીજનો આકરી ઠંડીથી ધ્રુજી ઉઠયા હતાં. દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ઉમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, રવિવારે લઘુત્તમ ૧૪.ર અને મહત્તમ ર૪.૪ ડિગ્રી તાપમાન રહયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews