જૂનાગઢમાં ૧૩ મોબાઈલ એસઓજી પોલીસે શોધી કાઢી મુળ માલિકોને પરત કર્યા

0

ભવનાથ મેળામાં કે અન્ય જગ્યાએ ગુમ થયેલા ૧.૪૧ લાખના ૧૩ મોબાઈલ એસઓજીએ શોધી કાઢી તેના મુળ માલિકને પરત કર્યા છે. ગુમ થયેલા મોબાઈલી શોધી કાઢી તેના મુળ માલિકને પરત કરવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એસઓજીના પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ જે.એમ.વાળા અને સાઈબર ક્રાઈમ સેલ દ્વારા કરાયેલી તપાસમાં ૧,૪૧,૦૦૦ની કિંમતના ૧૩ મોબઈલ શોધી કાઢી તેના મુળ માલિકને પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન હજુ પણ બીજા મોબાઈલ ડિટેકટ થયા છે જેની રિકવરી ચાલુ છે જે મળી આવ્યે મુળ માલિકને પરત કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews