આજે જૂનાગઢ સહિત રાજયભરનાં સસ્તા અનાજનાં દુકાનદારો વિવિધ પ્રશ્ને હડતાળ ઉપર : પ્રશ્નનો નિવેડો નહીં આવે તો બેમુદતી હડતાળ પડાશે

0

આજે સોમવારે જૂનાગઢ શહેર તથા જીલ્લાનાં સહિત ગુજરાતભરના ૧૬ હજારથી વધારેે સસ્તા અનાજના દુકાનદારો એક દિવસની પ્રતીક હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેને લઈને વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી છે. વધુમાં જાે પ્રશ્નોના નિવડોે નહી આવે તો ફેબ્રુઆરીમાં બેમુદતી હડતાળનું પણ એલાન આપી દેવાયું છે. આ અંગે માહિતી આપતા સસ્તા અનાજના દુકાનદાર માવજીભાઇ રાખશીયા, અગ્રણી હોદેદાર એસો. નરેન્દ્રભાઇ ડવેએ જણાવ્યું હતું કે સરકારી ગોડાઉનમાંથી પુરવઠાની ફાળવણી હોવા છતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનું લાયસન્સ ફરજીયાત એક મહિનામાં લેવાનો નિયમ, ઉપરાંત જે તે દુકાનમાંથી માલ સડેલો ખરાબ નીકળે તો દુકાનદારની જવાબદારી નથી, કોઇપણ દુકાનમાં અપૂરતો પુરવઠો ઝડપાઇ તો ૭૫-૭૫ હજારના બે જામીન ફરજીયાત આપવાના નવા કાયદા સામે અમારો પ્રચંડ વિરોધ છે, દરેક દુકાનદારમાં રોષ છે, ઉપરોકત ત્રણેય નિયમો અન્યાયી છે.
તેમણે જણાવેલ કે રાજયભરના ૧૬ થી ૧૭ હજાર દુકાનદારોના ૬૮ કરોડ રૂપિયા એક વર્ષથી બાકી છે, જે પૂરવઠા નિગમ આપતું નથી, આ રકમ ૨૦૧૯-૨૦૨૦ની દુકાનદારોએ ચલણભરી મેળવેલા ખાંડ, ઘઉં-ચોખ્ખા -ચણાદાળ સરકારે મફત વિતરણ કરી દીધા તેની છે, તો ગયા ઓકટોબરે -નવેમ્બર મહિનાનું કમીશન પણ સંખ્યાબંધ દુકાનદારોને મળ્યું નથી. માવજીભાઇએ જણાવેલ કે હવે દુકાનદારોને પોષાતુ નથી. આજે યોજાયેલી સસ્તા દુકાનદારોની હડતાળમાં જૂનાગઢ શહેર અને તાલુકાનાં ૯૦ સસ્તા અનાજનાં દુકાનદારો જાેડાયા છે. અને જીલ્લાનાં મળીને કુલ ૪૬૦ દુકાનદારો આ હડતાળમાં જાેડાયા હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!