ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતેથી ગઈકાલે રવિવારના રોજ કિસાન સુર્યોદય યોજનાનો મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સર્વોદય યોજનાનો તા.૨૪ ઓકટોબરએ શુભારંભ કરેલ હતો. આ યોજનાના પહેલા તબક્કામાં ગીર સોમનાથ જીલ્લાના ૧૪૩ ગામડાઓમાં દિવસે વિજ પુરવઠો ચાલુ કરાયેલ હતો. આ યોજનાના બીજા તબક્કામાં ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ૭૫ ગામો, ગીરગઢડા તાલુકાના ૨૧ ગામો અને કોડીનાર તાલુકાના ૧૩ મળી કુલ ૧૦૯ ગામોને હવે દિવસ દરમ્યાન ખેતી માટે ૧૦ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશનનાં ૪૨ ખેતીવાડી વિજ ફીડરોમાંથી વિજ પુરવઠો ચાલુ કરાશે. ખેડૂતોને દિવસે વિજળી મળતા રાતના ઉજાગરા વન્ય પ્રાણીઓના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમી માટે મુક્તી મળશે. સુર્ય ઉર્જા થકી દીવસે ઉત્પન્ન થતી વિજળીનો દિવસે જ વપરાશ ખેડુતો માટે કલ્યાણકારી યોજના છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews