પત્રકારો હરહંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કઠીન કાર્ય કરે છે

0

ગીર-સોમનાથ જીલ્લા પત્રકાર એકતા સંગઠનના હોદેદારોની રચના થતા પ્રમુખ તરીકે હેમલભાઇ ભટ્ટની પસંદગી કરવામાં આવેલ હતી. આ તકે સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાએ પત્રકારો લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે લોક સુખાકારીના સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આર્શીવાદ પ્રાપ્ત કરે તેવો અનુરોધ કરેલ હતો.
ગુજરાતના ૨૨ જીલ્લાઓમાં હોદેદારોની વરણી સાથે પત્રકારોનું સંગીન અને કાર્યદક્ષ સંગઠન ધરાવતા ગુજરાત રાજય પત્રકાર એકતા સંગઠનના આ ૨૩માં ગીર-સોમનાથ જીલ્લાના હોદેદારોની વરણી માટે મુખ્ય મથક વેરાવળ-સોમનાથ ખાતે અગત્યની બેઠક મળેલ હતી. પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સરકારની ગાઇડ લાઇન હેઠળ પ્રદેશ એકતા પત્રકાર સંગઠનના પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. બેઠકમાં તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, ઉના, કોડીનાર, ગીરગઢડા સહીતના જીલ્લામાંથી પત્રકારો ઉપસ્થિત રહેલ હતા. આ બેઠકમાં પત્રકારોને સંબોધતા પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાએ જણાવેલ કે, પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજયમાં છેલ્લા એક વર્ષમાં ૨૨ જીલ્લાના તાલુકાઓમાં સંગીન અને કાર્યદક્ષ સંગઠનની રચના કરવામાં આવેલ છે. સંગઠનમાં અત્યાર સુધીમાં લોક પ્રહરી તરીકે સમાજ ઉપયોગી કામગીરી કરતા પ્રીન્ટ તથા ઇલેકટ્રોનીક મીડીયાના છ હજારથી વધુ પત્રકારો જાેડાયેલ છે અને બાકી રહેતા સૌરાષ્ટ્રના દશ જીલ્લામાં આ સંગઠનની રચનાની કામગીરી પૂર્ણ થતા પત્રકાર સંગઠનનું સંખ્યાબળ દશ હજાર સુધી પહોંચનાર છે. પત્રકારો અનેક સમસ્યાઓનો સામનો કરી લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યાઓને વાંચા આપી લોક પ્રહરી તરીકેની કામગીરી કરી રહેલ છે ત્યારે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાની સાથે સાથે પત્રકારો લોક સુખાકારીના સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આર્શીવાદ પ્રાપ્ત કરવા અનુરોધ કરેલ હતો. પત્રકારોના પ્રશ્નોને લઇ રાજય સરકાર સમક્ષ ૧૨ મુદાઓની રજુઆત કરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત પત્રકારોમાં રમેશભાઇ ખખ્ખર (વેરાવળ), દીનેશભાઇ જાેશી (કોડીનાર), મહેન્દ્રભાઇ રાજા (વેરાવળ), ફારૂકભાઇ કાજી (ઉના), રામજીભાઇ ચાવડા (વેરાવળ) સહીતનાએ ગીર-સોમનાથ જીલ્લાના અગ્રીમ પત્રકારોએ પ્રાસંગીક પ્રવચન દરમ્યાન પત્રકાર એકતા સંગઠન મજબુત બનાવવા ઉપયોગી સુચનો કરેલ હતા. આ બેઠકમાં ગીર સોમનાથ જીલ્લના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે સોમનાથના હેમલભાઇ ભટ્ટની સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલ હતી.
ગીર-સોમનાથ જીલ્લા પત્રકાર એકતા સંગઠનની ગૌરવવંતી બેઠકના પ્રારંભે હેમલભાઇ ભટ્ટે બેઠકના આયોજન સાથે હેતુની વિસ્તૃત છણાવટ કરી ઉપસ્થિત તમામ પત્રકારોનું અભિવાદન કરેલ હતું. આ બેઠકમાં ગુજરાત રાજય પત્રકાર એકતા સંગઠનના મુખ્ય અગ્રણીઓ તથા જીલ્લાના પત્રકારો ઉપસ્થિત રહી બેઠકને જબરી સફળતા અપાવેલ હતી અને અંતે પ્રમુખ તરીકે વરાયેલા હેમલભાઇ ભટ્ટે પોતાના ઉપર વિશ્વાસ વ્યકત કરવા બદલ તમામ પત્રકારોનો આભાર વ્યકત કરી બેઠકનું સમાપન કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!