જૂનાગઢમાં અગાઉના મનદુઃખે હુમલો, માર માર્યો

0

જૂનાગઢમાં અગાઉનાં મનદુઃખે માર મારવાનો બનાવ બનેલ છે. અલ્પેશ રજુભાઈ હુંબલ, રહે. નાગરીક બેંક સોસાયટી વાળાએ યશ રૂપારેલીયા (ટીંબાવાડી) તથા મેઘનાથી (દિપાંજલી) વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી નં.૧નાને અગાઉ કાના ડાંગર સાથે માથાકુટ થયેલ હોય જેથી આ કામના ફરીયાદી તથા આરોપી (૧) તથા (ર) તથા કાનો ડાંગર સમાધાન માટે ભેગા થયા ત્યારે આ કામના આરોપી નં.(૧) ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને પાઈપ વડે જમણા પગમાં તેમજ આરોપી નં.(ર) નાએ ફરીયાદીને લાદીના બ્લોકના ટુકડા વડે માથાના ભાગે આડેધડ માર મારેલ ઈજા કરી બંનેએ એકબીજાને મદદગારી કરતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ બી-ડીવીઝનના એએસઆઈ એન.એ.ચાવડા ચલાવી રહી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews