જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામની સીમમાં રહેણાંક મકાનના વાડામાં ઘાસચારામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ તાલુકાનાં બલીયાવડ ગામેથી પોલીસે ચોકકસ બાતમીનાં આધારે એક રહેણાંક મકાનનાં ઢાળીયા  નીચે આવેલ ઘાસચારાની અંદરની ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે ચોકકસ બાતમીનાં આધારે બલીયાવડ નજીક સીમમાં દરોડો પાડતાં અશોક ભગુભાઈ વાંક હાજર નહીં મળી આવેલ. વધુ તપાસ કરતાં તેના રહેણાંક મકાનની બાજુમાં આવેલ વાડા નજીક ગમાણમાં ઢાળીયા નીચે ઘાસચારાની નીચે છુપાવેલા જુદી-જુદી બ્રાન્ડનાં ઈંગ્લીશ દારૂ વગેરે મળી બોટલ ૧૦૮ રૂા.૪૩,ર૦૦ની કિંમતનો મળી આવેલ છે. અને આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews