મેડિકલ સારવારમાં આધુનિક મેડિકલ સાયન્સનું યોગદાન ખૂબ નોંધનીય છે. નવિન રીસર્ચ અને સારવાર પધ્ધતિઓમાં સંશોધનો થવાથી વિવિધ બીમારીની સારવાર વધારે સચોટ અને અસરકારક બની રહે છે. પરિણામે દર્દીને તેનાં અનેક ફાયદાઓ મળે છે. મગજની લોહીની નળીઓમાં થતી સમસ્યાઓ માટે અત્યાધુનિક પધ્ધતિ અર્થાત એન્ડોવાસ્કયુલર ટ્રીટમેન્ટ આર્શીવાદ રૂપ પુરવાર થઈ છે. આ સંદર્ભમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં સારવાર માટે આવેલા દર્દી દિપકભાઈનો કિસ્સો ઉદાહરણરૂપ છે. દિપકભાઈને અચાનક માથામાં દુઃખાવો, બોલવાની શકિત ઓછીથઈ જવાથી અત્રે હોસ્પિટલમાં નિદાન કરાવતા મગજમાં હેમરેજ થયાનું માલુમ પડયું. ઉંડાણપૂર્વકની તપાસમાં ન્યુરોસર્જન ડો. ગોૈરાંગ વાઘાણી અને ડો. હાર્દ વસાવડાએ મગજની એન્જીયોગ્રાફી કરી જેમાં, મગજની લોહીની નળીમાં મોરલી(એન્યુરીઝમ)નું નિદાન સામે આવ્યું હતું. આ સમસ્યામાં ખૂબ આધુનિક સારવાર માટે ડોકટરે તેઓને એન્ડોવાસ્કયુલર સારવારનો વિકલ્પ આપી તેનાં ફાયદાઓ સહિત તમામ પાસાઓ વિસ્તારપૂર્વક સમજાવેલા અને સાથે સાંત્વના આપી હતી. અલબત્ત, આ બંને પધ્ધતિઓ સમજયા બાદ દર્દીનાં પરિવારજનોએ આધુનિક એન્ડોવાસ્કયુલર પધ્ધતિ દ્વારા સારવાર લેવાનું પસંદ કર્યું હતું. આ નવિનતમ પધ્ધતિમાં પગમાંથી લોહીની નળીમાં તાર દ્વારા પ્રવેશ કરી, તેને મગજ સુધી લઈ જવામાં આવે છે, જયાં દર્દીનાં મગજની નળીની મોરલી(એન્યુરીઝમ)માં કંટુર નામનું ડીવાઈસ મુકવામાં આવ્યું હતું.
આ એક મોરલી(મગજની ફૂલી ગયેલી નસ)નાં મુખમાં આવતું સ્પેશ્યિલ ફલો ડાઈવર્ટર છે. જે મોરલી(મગજની ફૂલી ગયેલી નસ)માં જતું લોહી અટકાવી અને તેની સારવાર કરે છે. ખાસ કરીને આ ડીવાઈસને બાયફરકેશન એન્યુરીઝમ એટલે કે મુખ્ય નળીનાં વિભાજન થઈ શાખા પડતી હોય એ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સારવાર પછી દર્દી સંપૂર્ણપણે ભાનમાં આવેલ હતા તથા હોસ્પિટલમાં ટુંકા રોકાણ બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ આ અત્યાધુનિક પધ્ધતિ અનેક રીતે દર્દી માટે ફાયદારૂપ છે. દર્દીને હોસ્પિટલમાં થતું રોકાણ ઓછું થાય છે. તથા જટિલ એન્યુરીઝમમાં પણ જાેખમ ઓછું રહે છે. મગજનાં ઓપરેશનમાં થતા જાેખમો મહદ અંશે ટાળી શકાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews