જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરનું ઘર અપાશે

0

સમગ્ર રાજ્યમાં લોકહિતના ચાલી રહેલ સેવા યજ્ઞ અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્વ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાતમાં દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ વિકાસ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ૭ ઓગષ્ટ વિકાસ દિવસ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીએલસી ઘટકના લાભાર્થીઓને સ્મૃતિ પત્રક તથા આવાસની પ્રતિકાત્મક ચાવી એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત કોરોના વોરિયર્સનું સન્માન તેમજ મેડીકલ સાધનોનું લોકાપર્ણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ સવારે ૯.૩૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મેયર ધીરૂભાઇ ગોહેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
શહેરના વોર્ડ નં.૧૧ તીરૂપતિ સોસાયટીમાં બ્રીજનું લોકાપર્ણ, વોર્ડ નં.૧માં સક્કરબાગથી લઇ માર્કેટીંગ યાર્ડ, આંબેડકર ચોક સુધી બનાવેલ સીસીરોડનું લોકાપર્ણ સાંજે ૪-૦૦ કલાકે યોજાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!