ઉનામાં આધારકાર્ડની કામગીરી થતી ન હોય તંત્ર સામે ભારે રોષ

0

ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં એડમીશન માટે આધાર કાર્ડ ફરજિયાત હોય જેથી આ બેંકમાં સુધારા વધારા તેમજ નવા કઢાવવા પહોંચતા ત્યાં રોજે રોજ ધક્કા ખવડાવતા હોય જેથી કંટાળી જઇ મહિલાઓ સહિત લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. સરકારી, ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હોય પરંતુ છેલ્લા ઘણા માસથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાથી દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો અને બાળકો હેરાન પરેશાન બની રહ્યા છે. એસબીઆઇ બેંકમાં બેઠી આધાર કાર્ડની કામગીરી કરતા ખાનગી એજન્સીના માણસો મનફાવે ત્યારે ચાલ્યા જતાં હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે રોજ ધક્કા ખાઇ રહ્યા છે. એસબીઆઇ બેંકમાં એજન્સીના કર્મી દ્વારા રોજ ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ સાથે મહિલાએ રોષ વ્યક્ત કરેલ અને ત્યાં પગપાળા ચાલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કરેલ હતો અને આ બાબતે મોખિક રજૂઆત કરતા નાયબ મામલતદાર પ્રજાપતિએ આધાર કાર્ડની કામગીરીને કંઇ લાગે વળગે નહીં તેવું જણાવતા તમામ મહિલાઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરી રોષ વ્યક્ત કરેલ હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આધાર કાર્ડમાં સુધારા-વધારાની કામગીરી તાત્કાલિક થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!