કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાત ભાજપમાં ‘આંતરિક સર્વે’ શરૂ કર્યો

0

આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં લાગેલ ભાજપા પોતાની સત્તાવાળા બે રાજ્યો ગુજરાત અને ગોવા બાબતે પણ સંપૂર્ણ સતર્કતા રાખી રહી છે. ગોવામાં વર્ષની શરૂઆતમાં અને ગુજરાતમાં વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. પક્ષે અત્યારથી જ બન્ને રાજ્યોના આંતરિક રિપોર્ટ મંગાવવાના શરૂ કરી દીધા છે. ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડાએ થોડા દિવસો પહેલા ગોવાનો પ્રવાસ પણ કર્યો હતો અને જમીની સ્થિતીની માહિતી મેળવી હતી. આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીઓમાં યુપી મોટું રાજ્ય હોવાથી બધાનું ધ્યાન તેના ઉપર છે પણ અન્ય ચૂંટણીવાળા રાજ્યો પણ તેની રણનીતિમાં સામેલ છે. તેમાં પણ તેની સત્તાવાળા રાજ્યો ઉપર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. ગોવા વિધાનસભાની ચૂંટણી યુપી, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુરની આવતા વર્ષની શરૂઆતમાં જ થવાની છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!