તહેવારોમાં ખાંડ અને એક લિટર કપાસિયા તેલનું તા.૧૫મીથી વિતરણ શરૂ કરી તા.૩૧મી સુધી આપવામાં આવશે

0

સાતમ-આઠમનો તહેવાર નજીક આવિ રહ્યો છે ત્યારે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી જરૂરીયાતમંદ લોકો આનંદથી તહેવારની મજા માણી શકે સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને એક લીટર કપાસીયા તેલ અને એક વ્યક્તિ દિઠ ૩૫૦ ગ્રામ ખાંડનું વિતરણ કરાશે. નિવાસી અધિક કલેક્ટર કેતન ઠકરારે જણાવ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં તમામ સસ્તા અનાજની હકાનો ઉપર રાશનનો જથ્થો પુરતા પ્રમાણમાં પહોંચાડી દેવામાં આવશે અને તા.૧૫મીથી તમામ દુકાનો ઉપર એક લીટર કપાસિયા તેલ અને ૩૫૦ ગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણ તા.૩૧મી ઓગષ્ટ સુધી કરવામાં આવશે અન્ય ચીજવસ્તુ પણ વિતરણ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, તેલનું વિતરણ માત્ર તહેવારને ધ્યાનમાં રાખી કરાશે તેમજ ખાંડ પણ તહેવાર પુરતી જ વિતરણ કરાશે જેમાં એક પરિવારમાં ૩ થી વધુ વ્યક્તિઓ હશે તેને વ્યક્તિદિઠ ૩૫૦ ગ્રામ ખાંડ વધારાની આપવામાં આવશે હાલ તેલનો ભાવ વધુ હોય સામાન્ય લોકોને પરવડે નહીં તેમજ તેમનો તહેવાર ન બગડે તે માટે કાર્ડ ધારકો માટે આ વ્યવસ્થા કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભાજપના ગુજરાતમાં પાંચ વર્ષના શાસનની ઉજવણી અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયા હતા. ત્યારે ૨૫ જેટલા લાભાર્થીઓને સ્થળ ઉપર જ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેને પણ અઠવાડિયા જેટલો સમય વિતવા છતા પણ હજુ સુધી પુરૂ અનાજ વિતરણ કરાયું નથી. અગાઉ પણ કોરોનામાં મફત અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી ૭૫ ટકાથી વધુ દુકાનમાં રાશનનો પુરતા પ્રમાણમાં જથ્થો જ પહોંચ્યો નથી અને કાર્ડધારક લાભાર્થીઓને દી ઉગેને દુકાનનો ધક્કો ખાવો પડી રહ્યો હતો. ત્યારે આ જાહેરાત બાદ પણ ચર્ચા થઈ રહી છે કે, અનાજ લાભાર્થીઓને મળશે કે નહીં ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!