પવિત્ર શ્રાવણ માસમાં યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથમાં જાહેરમાર્ગો અને રેલ્વે-બસ સ્ટેશન વિસ્તારોમાં નોનવેજ પીરસતી રેકડીઓ અને રેસ્ટોરન્ટોે બંધ કરાવવા અંગે ગીર સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર સહીતનાને લેખીત રજૂઆત કરી માંગણી કરી છે. આ માંગણીનો અમલ નહીં થાય તો કલેકટર કચેરી સમક્ષ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ગીર-સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદના ગોવિંદભાઇ ભાનુશાળી દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર, ડે. કલેકટર, એસ.પી., ચીફ ઓફીસર સહીતનાને કરેલી લેખીત રજૂઆતમાં જણાવેલ કે, આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહેલ છે. ત્યારે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે. જેમાં મોટાભાગના લોકો રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન તેમજ યાત્રાધામ નગરીમાં પ્રવેશવાના મુખ્ય વેરાવળ-સોમનાથ રાજમાર્ગ ઉપર તથા બાયપાસ હાઇવે ઉપરથી સોમનાથ જતા હોય છે. ત્યારે વેરાવળ શહેરમાં બજાજના શોરૂમથી લઇ કે.કે. મોરી સ્કૂલ તથા ટાવર ચોકથી લાબેલા સુધીના રસ્તા ઉપર તેમજ ભીડીયા સર્કલથી સોમનાથના સંખ સર્કલ સુધીના વિસ્તારો તથા જાહેરમાર્ગો ઉપર નોનવેજ ખોરાક પીરસતા રેસ્ટોરન્ટો અને રેકડીઓ ધમધમે છે ત્યારે બહારગામથી આવતા યાત્રાળુઓ તથા વેરાવળથી તેમજા આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને શહેરમાંથી પગપાળા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પદયાત્રીકો ઉપરોકત જણાવેલ મુખ્ય જાહેર માર્ગો ઉપરથી જતા હોય છે ત્યારે રસ્તામાં રેકડીઓમાં જાહેરમાં માસ-મટન લટકતું હોવાથી યાત્રાળુઓની ધાર્મીક લાગણી દુભાવવાની સાથે આસ્થાને ઠેસ પહોંચે છે. જેથી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ઉપરોકત જણાવેલ મુખ્ય માર્ગો અને વિસ્તારમાં ધમધમતી નોનવેજ પીરસતી રેકડીઓ-રેસ્ટોરન્ટ બંધ કરાવવા માંગણી છે. અને જાે ત્રણ દિવસની અંદર આ મામલે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગીર સોમનાથ જીલ્લા કલેકટર કચેરી સામે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી અંતમાં ઉચ્ચારેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews