કોરોનાના લીધે લાંબા સમયથી બંધ સોમનાથ-રાજકોટ લોકલ અને દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેન તા.૧૬ મીથી દોડશે

0

કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બંધ થયેલી ટ્રેનો પૈકી યાત્રીકોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખી આગામી તા.૧૬ ઓગસ્ટથી રાજકોટ-સોમનાથ-રાજકોટ દૈનિક લોકલ ટ્રેન તથા દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક મીટર ગેજ ટ્રેનો શરૂ થનાર છે. આ અંગે રેલ્વે વાણીજય મંડળના માશૂક અહમદ દ્વારા જણાવેલ કે, આગામી તા.૧૬ ઓગસ્ટથી યાત્રીકોની સુવિધાને ધ્યાનમાં રાખી બે ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ટ્રેન રાજકોટ-સોમનાથ-રાજકોટ સ્પેશીયલ દૈનિક લોકલ જે  ટ્રેન રાજકોટથી દરરોજ સાંજે ૬-૦૬ કલાકે ઉપડશે અને રાત્રે ૧૧-૨૫ કલાકે સોમનાથ પહોંચશે તેમજ દરરોજ સોમનાથથી વહેલી સવારે  ૪-૩૫ કલાકે ઉપડશે અને રાજકોટ ૯-૪૫ કલાકે પહોંચનાર છે. આ વિશેષ ટ્રેન તા.૧૭ ઓગસ્ટથી આગળની સૂચના સુધી દોડશે. આ ઉપરાંત દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક વિશેષ (મીટર ગેજ ટ્રેન) ટ્રેન દરરોજ સવારે ૮-૧૫ કલાકે દેલવાડાથી ઉપડશે તે ૧૧-૧૫ કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન વેરાવળથી દરરોજ બપોરે ૩-૪૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે ૬-૫૫ કલાકે દેલવાડા પહોંચનાર છે. ઉપરોક્ત બંને વિશેષ ટ્રેનો તા.૧૬ ઓગસ્ટથી આગળની સૂચના સુધી ચાલનાર છે. આ ટ્રેનોની વધુ માહિતી માટે યાત્રીકોએ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!