સાધુ-સંતોની ઉપસ્થિતીમાં  જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે સોમવારથી સદ્‌ગુરૂ ત્રિકમદાસ બાપુ કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ થશે

0

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રજાપતિ એકતા ભવન ભારતી આશ્રમ ખાતે આવેલ સદ્‌ગુરૂ ત્રિકમદાસબાપુના કાયમી અન્નક્ષેત્રનો તા.૯-૮-ર૧ ને સોમવાર સવારે ૯ કલાકે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રારંભ થશે. વડવાળા મંદિર દુધરેજના (મહામંડલેશ્વર  શ્રી ૧૦૦૮ કનિરામદાસજી ચાંપરડાના પૂ.મુકતાનંદબાપુ, પૂ.શેરનાથબાપુ, પૂ.નિર્મળાબા કબીરધામના શિવરાજદાસજી તોરણીયાના પૂ.રાજેન્દ્રદાસબાપુ, પૂ.ઈન્દ્રભારતીબાપુ, સતાધારથી પૂ.વિજયબાપુ, હરીહરનંદ ભારતીબાપુ, મહાદેવગીરી બાપુ સહિત સંતોના કરકમળો દ્વારા આ અન્નક્ષેત્રનો પ્રારંભ થનાર છે. આ સમગ્ર કાર્યક્રમને સરકારશ્રીની કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાશે જેને સફળ બનાવવા મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, નાના મહંત વિશ્વેશદાસબાપુ, મયુરબાપુ અને સેવક સમુદાય જહેમત ઉઠાવી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!