જૂનાગઢના પ્રથમ નાગરીક મેયર ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે જૂનાગઢ વોર્ડ નંબર ૯માં લોહાણા મહાજન વાડી ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, નાયબ કમિશ્નર જે.એન. લિખિયા, રેવન્યુ તલાટી પ્રવિણાબેન ઢોલા, જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી રેહાનખાન બાબી, જૂનાગઢ મહાનગર ભાજપ આઈ.ટી.સેલના કન્વીનર ગૌરવભાઈ રૂપારેલીયા, સેનેટરી ઈન્સ્પેકટર ભરતભાઈ ગોસ્વામી તેમજ સસ્તા અનાજના દૂકાનદારો અલ્પેશ ગોરડીયા, કુણાલભાઈ, હાર્દિક નંદાણીયા, નીરવ ર્નિમલની ઉપસ્થિતિમાં અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી રેહાનખાન બાબી દ્વારા કરવામાં આવેલ હતું. પ્રોગામનું સંચાલન ગૌરવભાઈ રૂપારેલીયાએ કરેલ હતું અને પ્રાસંગિક ઉદ્બોધન કરતા મેયરે જણાવ્યું હતું કે, અન્ન ઉત્સવ નીમીતે સમગ્ર રાજયમાં અન્ન વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અંત્યોદય એટલે કે છેવાડાના માનવી સુધી સરકારનું અન્ન પહોંચે સૌને અન્ન સૌને પોષણનો નારો સાર્થક થાય તે હેતુથી આયોજન કરેલ હતું અને ચાર દુકાનદારોના ૨૦૦ લાભાર્થીઓને મેયર, નાયબ કમિશ્નર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અન્નની કીટ અર્પણ કરવામાં આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews