કોરોના વાયરસની મહામારીના કારણે શરૂઆતના સમયમાં તમામ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી અને અગાઉ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં અને વેક્સિનેશનનું પ્રમાણ વધતા ક્રમશઃ અભ્યાસક્રમ પૂર્વવત રીતે શરૂ કરાઈ રહ્યો છે. પ્રથમ ચરણમાં હાઈસ્કૂલ અને કોલેજ બાદ ધોરણ ૬થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ ઓફલાઈન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. આ પછી આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના અભ્યાસ બાદ ધોરણ ૧ થી ૫ ના વર્ગો પણ ઓફલાઈન રાબેતા મુજબ શરૂ કરવાની મંજૂરી ગઈકાલે રવિવારે મળતા આજરોજ સોમવારથી સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધોરણ ૧ થી ૫ ની તમામ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં આવેલી કુલ ૫૯૩ શાળાઓ આજથી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરે જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ ૫૯૩ શાળાઓમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જાે કે, આ માટે વાલીઓની લેખિત મંજૂરી ઉપરાંત સરકારની કોરોના સંદર્ભેની ગાઈડલાઈન મુજબ કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાં લઈ, શાળાઓમાં સેનિટાઈઝેશન, ટેમ્પરેચર ચેકિંગ તેમજ સફાઇ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે કેમ છે. આશરે પોણા બે વર્ષથી બંધ રહેલી આ પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થતાં ખાસ કરીને બાળકોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews